
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા નગરમાં એ.ટી.એમ. ના અભાવે આમ જનતામાં આક્રોશ
ફતેપુરા નગરમાં રાષ્ટ્રીયકૃત બેંકનું એક પણ એટીએમ નથી
બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. કરાર પૂર્ણ થવાથી છેલ્લા છ માસથી બંધ થઇ ગયેલ છે
નગરમાં રોજિંદા કામકાજ અર્થે આવતી જનતા એ.ટી.એમ ના અભાવે ભારે હાલાકી જોવા મળતો આકોશ
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં એ.ટી.એમ. ના અભાવે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક ફતેપુરા નગર છે.અને ફતેપુરા નગરમાં રાષ્ટ્રીયકૃત બેંકના એ.ટી.એમ.ના હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નગરમા રાષ્ટ્રીયકૃત બેંક જેમકે બેંક ઓફ બરોડા. ભારતીય સ્ટેટ બેંક. દેના બેન્ક .તેમજ સહકારી બેંકો જેવીકે જે સંતરામપુર અર્બન કો-ઓપરેટિવ બેન્ક. તથા પંચમહાલ રાષ્ટ્રીય કો-ઓપરેટિવ બેન્કો આવેલી છે.જેમાં વેપારીઓ,આમ જનતા,શિક્ષકો. સરકારી કર્મચારીઓ પેન્શન લેતા કર્મચારીઓ,વગેરે તેમજ સરકારી ખાતાઓ આવેલા છે.અને ફતેપુરા તાલુકામાં 96 ગામડાઓનો સમાવેશ થયેલ છે અને આશરે ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતો તાલુકો છે ફતેપુરા નગરમાં તાલુકા કક્ષાની મહત્વની કચેરીઓ જેવીકે મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી બ્લોક હેલ્થ ઓફિસરની કચેરીએ વગેરે કચેરીએ જેવી મહત્વની મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓ આવેલી છે અને સરકારી કામ કાજ અર્થે હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હોય છે જેથી એ.ટી.એમ. ના અભાવે તાલુકામાં કામ આજ અર્થે આવતી જનતાને ભારે અગવડ નો સામનો કરવો પડે છે
ફતેપુરા નગરની દસ હજારની વસ્તીમાં એકમાત્ર એટીએમ પણ કરાર પૂર્ણ થતાં છેલ્લા છ માસથી બંધ:ગ્રાહકો હાલાકી વેઠવા મજબુર
ફતેપુરા નગરની પણ આશરે 10,000 ની આજુ બાજુ ની વસ્તી છે નગરમાં એક પણ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા એ.ટી.એમ. શરૂ કરવામાં આવેલું છે નગરમાં બેંક ઓફ બરોડા નું એ.ટી.એમ. કાર્યરત હતું પરંતુ કરાર પૂર્ણ થવાથી આ એ.ટી.એમ. છેલ્લા આશરે છ માસ થી બંધ થઇ ગયેલ છે નગર રાષ્ટ્રીય કૃત બેંક ના એ.ટી.એમ.ની તાતી જરૂરત હોય લાગતા વળગતા અધિકારીઓ તેમજ નેતાઓ એ ધ્યાન રાખી રસ રાખીને ફતેપુરા નગરમાં રાષ્ટ્રીયકૃત બેન્ક નું એ.ટી.એમ. શરૂ થાય તે માટેની કાર્યવાહી કરવી અતિ આવશ્યક છે એ.ટી.એમ. ના અભાવે બેંકોમાં પૈસા ઉપાડવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને રજાના દિવસ બેંકો બંધ હોય ત્યારે એ.ટી.એમ. ના અભાવે ખાતેદારોને પૈસા ઉપાડવા માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.