
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો પડતર માંગણીઓને લઇ કાળી પટ્ટી ધારણ કરી સ્કૂલમાં શિક્ષણ કાર્યમાંમાં જોડાયા
પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી ભણાવશે
ફતેપુરા તા.07
#Paid pramotion
Contact us :-The New Achiever Prescience School
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ના પડતર પ્રશ્નોનો અંગે નિરાકરણ ન આવતાં આંદોલનના બીજા તબક્કામાં તા-07/08/2021 ને શનિવાર ના રોજ કાળી પટ્ટી ધારણ કરી મૈંન ધરણાં નો નિર્ણય લેવાયો છે તેમાં ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતાં દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ મંત્રી હિતેશકુમાર પારગી ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ બી. આઈ. પટેલ અને મહામંત્રી વિમલભાઈ પારેખ તેમજ કારોબારી સમિતિના સભ્યો અને શિક્ષકગણ જોડાયાં હતાં
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ના નેજા હેઠળ આખા રાજ્ય માં પડતર પ્રશ્નોનો અંગે વિરોધપ્રદર્શન ચાલી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ પણ મહામંડળ ના નિર્ણય ને ટેકો આપવા સ્થાનિક સ્તેરે વિરોધપ્રદર્શન નો સુર આપ્યો છે.