ફતેપુરા તાલુકાના ઘાટવાડિયામાં ‘અમારી સાથે ઝઘડો કરનારા તારી દુકાને કેમ આવે છે’ તેમ કહી પથ્થરમારો,મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
ફતેપુરા તા.21
ફતેપુરા તાલુકાના ઘાટાવાડિયા ગામમાં અમારી સાથે ઝગડો કર્યો તે બીજા ગામના માણસો તારી દુકાને કેમ આવે છે?તેમ કહી કુટુંબી જેઠ તથા ભત્રીજાએ ગોફણથી છુટ્ટા પથ્થરો મારતાં મહિલાને ઇજા થઇ હતી. મહિલાની દુકાને આવતા અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઇ હતી.
ફતેપુરા તાલુકાના ઘાટાવાડિયા નિશાળ ફળિયામાં રહેતા શારદાબેન છગનભાઇ મછાર સોમવારના રોજ સાંજના સમયે તેમના છોકરા છોકરીઓ સાથે ઘરના આંગણામાં બેઠા હતા. તે દરમિયાન તેમનો ભત્રીજો રોમીતભાઇ મીનેશભાઇ તાવીયાડ તથા મામાના છોકરો મુકેશભાઇ પારસીંગભાઇ તાવિયાડ એમ બન્ને જણા દુકાને સરસામાન લેવા આવ્યા હતા.કુટુંબી જેઠ તથા ભત્રીજાએ પથ્થરમારો કર્યો ત્યારે ગામમાં જ રહેતા શારદાબેનના કુટુંબી જેઠ લાલા પુના મછાર તથા તેમના છોકરા મનિષ લાલા મછાર, અમીત લાલા મછાર અને અજય દલસીંગ મછાર ચારેય જણા ગાળો બોલતા જઇ આવ્યા હતા. કહેવા લાગ્યા કે અમારી સાથે ઝગડો કરેલો તે બીજા ગામનામાણસો તારી દુકાને કેમ આવે છે. તેમ કહી જેઠ લાલા મછાર તથા તેના છોકરાઓએ ગોફણમાં પથ્થર રાખી છુટ્ટો મારતાં શારદાબેનને પગે વાગતા ઇજા થઇ હતી. તેમજ ચારેય જણાએ ઘર પર છુટ્ટા પથ્થરો મારતાં કરતાં શારદાબેનની દુકાન પાસે રતનભાઇ ગૌતમભાઇ તાવિયાડ આવતાં મનિષ મછારે છુટ્ટો પથ્થર મારતાં પેટના ભાગે વાગતા નીચે પડી ગયા હતા. આ દરમિયાન બુમાબુમ કરતાં ચારેય જણા તમને જીવતા છોડવાના નથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં તેઓના ઘર તરફ નાસી ગયા હતા . આ સંદર્ભે શારદાબેન મછારે હુમલાખોર કુટુંબી જેઠ અને ભત્રીજા સહિત ચાર સામે સુખસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.