
યાસીન ભાભોર : – ફતેપુરા
ફતેપુરા તાલુકાના નાની રેલ પૂર્વ ગામે એજન્ડા બજાવ્યા વગર જ ગ્રામ સભા યોજાતા ગ્રામ સભામાં હોબાળો થતાં ગ્રામ સભા મોકુફ રખાઈ…
ફતેપુરા તા.૦૫
ફતેપુરા તાલુકાના નાની રેલ પૂર્વ ગામે એજન્ડા બજાવ્યા વગર જ ગ્રામ સભા યોજાતા ગ્રામ સભામાં હોબાળો મચતા ગ્રામ સભા મોકુફ રાખવામાં આવી હતી
આજે તારીખ 5 જૂન 2023 ના રોજ ફતેપુરા તાલુકાના નાનીરેલ પૂર્વ ગામે ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઇ હતી.આ ગ્રામ સભામા ગામના ગ્રામજનો અને આગેવાનો તેમજ હોદ્દેદારોને એજન્ડા બજાવ્યા વગર જ ગ્રામસભા યોજાઇ હોવા બાબતે હોબાળો મચ્યો હતો. જેના પગલે આ ગ્રામ સભા મોકુફ રખાઈ છે.આ બાબતે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ધનજી બામણીયાએ પ્રતિક્રિયા આપી છે.