
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં વટસાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી
પતિના દીર્ઘાયુ માટે વડની ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પૂજા કરવામાં આવી
ફતેપુરા તા.24
જેઠ સુધી પૂર્ણિમા એટલે વડ સાવિત્રીનું વ્રત પોતાના પતિના દીર્ઘાયુ ની કામના તેમજ સંતાન પ્રાપ્તિ માટે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ સૌભાગ્યવતી સ્ત્રીઓ એ આજે વડ સાવિત્રી ના વ્રત ની ઉજવણી કરી હતી ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિરના આગળ તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવેલા વડની પૂજા કરી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દીર્ઘાયુ ની કામના સહિત સંતાન પ્રાપ્તિ માટે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા જેઠસુદ પૂર્ણિમા એ વડ સાવિત્રી ના વ્રત રાખી વડની પૂજા અર્ચના કરી હતી વહેલી સવારથી જ મહિલાઓ સોળે શણગાર સજીને વડની પૂજા અર્ચના કરતા જોવા મળી હતી આખો દિવસ નકોરડો ઉપવાસ કરી પોતાના પતિનું આયુષ્ય વડ ના વૃક્ષ જેવું થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી