Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરા:ડી.જે સંચાલકો દ્વારા ડી.જે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ફતેપુરા:ડી.જે સંચાલકો દ્વારા ડી.જે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

 

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા:ડી.જે સંચાલકો દ્વારા ડી.જે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવા મામલતદારને આવેદનપત્ર

    ફતેપુરા તાલુકાના ડી.જે સંચાલકો દ્વારા કોવિડ મહામારીને લઈ જિલ્લા કલેકટર ના જાહેરનામાં ને લઇ ડી.જે સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થતી હતી તેને અનુલક્ષીને ડી.જે સંચાલકોએ આજે ફતેપુરા મામલતદાર ને આવેદન આપી કલેકટર ને પહોંચાડવા ડી જે સંચાલકો દ્વારા ડી.જે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવા મા આવે તેવી ભલામણ માટે આવેદન અને સાથે ધારાસભ્ય નો લેટર પણ સાથે આપેલ હતો

હાલ ડી.જે સંચાલકોનું કહેવું છે કે અમારા પરિવારના ભરણપોષણ મા તકલીફ ઉભી થઇ રહેલ છે બીજુ કે પરિવાર ના જીવનનિર્વાહ માટે પ્રશ્નો ઉભા થયા છે અને ડી.જે ખરીદવા માટે લોન લીધેલી હતી તેના પણ રૂપિયા ભરપાઈ થયેલ નથી અને લગ્ન પ્રસંગોમાં અગાઉની તારીખોમાં નક્કી થયેલ પ્રોગ્રામ માં એડવાન્સ બુકિંગ અમે લોકોએ કરેલ છે તો તેઓનું નું પેમેન્ટ પણ બુકિંગ થયેલ હોવાથી અમારી પાસે વપરાયેલ છે જે આપવામાં અમને મુશ્કેલી પડવાની છે જેથી કરી અમોને રાત્રિના 10 કલાક સુધી છૂટ આપવામાં આવે તેવી ડી.જે સંચાલકોની માંગ સાથે આવેદન મામલતદારને સોંપવામાં આવ્યું હતું.

error: Content is protected !!