
શબ્બીરભાઇ સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના લીંબડીયા ગામે 45 વર્ષીય ઈસમે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…
ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે 45 વર્ષથી ઈસમે અગમ્ય કારણોસર ઘરની ઓસરીમાં લાકડાના સરા સાથે દોરી વડે ફંદો બનાવી આત્મહત્યા કરી લીધાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના સ્ટેશન ફળિયાના બાબુભાઈ સડુભાઇ ગરાસીયાએ ગતરોજ અગમ્ય કારણોસર પોતાના ઘરની ઓસરીમાં લાકડાની સરા સાથે દોરી વડે ફંદો બનાવી પોતાની જીવન લીલા સંકેલી લીઘી હતી..
આ બનાવ સંદર્ભે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના સ્ટેશન ફળિયાના રહેવાસી બાબુભાઇ સળુંભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતા ફતેપુરા પોલીસે સીઆરપીસી 174 મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.