Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા:દેવ દિવાળીના તહેવારને અનોખી રીતે ઉજવણી કરતું મોટા નટવા જાંબુડી ગામ

November 8, 2022
        3926
ફતેપુરા:દેવ દિવાળીના તહેવારને અનોખી રીતે ઉજવણી કરતું મોટા નટવા જાંબુડી ગામ

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા 

 

ફતેપુરા:દેવ દિવાળીના તહેવારને અનોખી રીતે ઉજવણી કરતું મોટા નટવા જાંબુડી ગામ

ફતેપુરા:દેવ દિવાળીના તહેવારને અનોખી રીતે ઉજવણી કરતું મોટા નટવા જાંબુડી ગામ

ફતેપુરા:દેવ દિવાળીના તહેવારને અનોખી રીતે ઉજવણી કરતું મોટા નટવા જાંબુડી ગામ

ફતેપુરા તાલુકાના જાંબુડી ગામે દેવ દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ દેવ દિવાળીના તહેવારના દિવસે આદિવાસી સમાજ ખૂબ ધામધૂમથી ઉજવણી કરતો હોય છે અને આ દિવસે ખત્રીઓને પૂજા કરવામાં આવે છે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓના સીરા રોપવામાં આવે છે અને દરેક ગામે બકરા કુકડાની બલી આપવામાં આવે છે જેથી જાંબુડી ગામે યુવાનો દ્વારા આ રિવાજમાં થોડો સુધારો કરવામાં આવ્યો અને બકરા કુકડાની બળી ના બદલે શ્રીફળ નું હોમ હવન કરીને ખત્રીઓની પૂજા કરવાની શરૂઆત છેલ્લા ત્રણેક વર્ષથી કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ આ રીતે શ્રીફળનો હવન કરી દેવ દિવાળી તહેવારને ઉજવણી કરવામાં આવી જે આદિવાસી સમાજ માટે ઉદાહરણરૂપ કાર્યની પહેલ કરેલ છે પિતૃદેવો ખત્રીઓ ભાવના ભૂખ્યા હોય છે તેમને શ્રીફળ આપો તો પણ તેઓ રાજી થઈને આશીર્વાદ આપતા હોય છે પિતૃદોની પૂજા આરતી બાદ સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પિતૃદેવો ની સાથે સાથે ઉપસ્થિત સૌ વડીલોના પણ આશીર્વાદ લેવામાં આવ્યા અને આગામી સમયમાં સમાજને અન્ય સમાજને હરોળમાં કઈ રીતે લઈ શકાય સમાજના વિકાસ અને સ્થાન માટે શું કરી શકાય તથા બાળકોને શિક્ષણ અને સંસ્કાર કેવી રીતે આપી શકાય તેની જાણકારી શંકરભાઈ કટારા દ્વારા આપવામાં આવી આ કાર્યક્રમમાં ગામમાંથી મોટી સંખ્યામાં જવાબદારી ઉપસ્થિત રહ્યા હતા તેઓને દિલીપભાઈ શકુભાઈ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો તથા આવતા વર્ષ ના પ્રોગ્રામમાં ભોજન પ્રસાદ શ્રી વિજયભાઈ કટારા દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી દિનેશભાઈ કટારા તરફથી મંડપ અને રસોડોની સેવા પૂરી પાડી સુરસિંહભાઈ કટારાએ પાણીની સુવિધા પુરી પાડી કલ્પેશભાઈ અને યુવા ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી આ રીતે દેવ દિવાળીના તહેવાર મનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!