
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા.
કોંગ્રેસના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા ફતેપુરા તાલુકામાં કોંગ્રેસમાં હડકમ.
તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમાર એ કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ફતેપુરા તાલુકા પંચાયત ના પૂર્વ સભ્ય તેમજ હાલમાં ભોજેલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ની ફરજ બજાવતા અને જુના અને જાણીતા હંમેશા સુખ દુઃખમાં લોકોની પડખે રહેતા એવા કોંગ્રેસ ના કાર્યકર્તા ગોવિંદભાઈ દલાભાઈ પરમાર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી પોતાના ટેકે દારો સાથે કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાતા ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં હડકંપ મચી જવા પામેલ