
ફતેપુરા તાલુકાના પાટવેલ ચેકપોસ્ટ પર પોલીસની વોચ જોઈ બુટલેગર દારૂનો મુદ્દામાલ ફેંકીને ભાગ્યો :58 હજારનો મુદ્દામાલ જપ્ત..
દાહોદ તા. ૨૦
ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે ચેકપોસ્ટ પર પોલિસની વોચ જાેઈ એક ખેપીયો રૂા. ૨૮ ની કિમતના વિદેશી દારુના જથ્થા સાથે મો.સાયકલ ફેકી નાસી જતાં ફતેપુરા પોલિસે રૂા. ત્રીસ હજારની મો.સાયકલ સાથે રૂા. ૫૮૫૬૦ નો મુદ્દામાલ કબ્જે લીધાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા પોસલિસે ગતરાતના નવેક વાગ્યાના સુમારે પાટવેલ ચેકપોસ્ટ પર વોચમાં હતી. તે વેળાએ મો.સાયકલ પર દારુની ખેપ મારવા નિકળેલ ખેપીયો નવા ગામનો દિલીપભાઈ કાંતીભાઈ પારગી પોલિસની વોચ જાેઈ પકડાવાના ડરથી વિદેશી દારુના જથ્થા સાથે મો.સાયકલ મુકી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલિસે દિલીપ પારગીની રૂા. ત્રીસ હજારની કિમતની જીજે. ૨૦.કે,.૪૯૮ નંબરની મોસયાકલ પકડી તેની પર લાવેલ લગડામાં રૂા. ૨૮૫૬૦ ની કુલ કિમતનાં અલગ અલગબ્રાન્ડનાં વિદેશી દારુની પ્લાસ્ટીકની નાની મોટી બોટલ નં. ૩૩૬ પકડી પાડી રૂા. ૩૦ હજારની મો.સાયકલ સાથે રૂા. ૫૮૫૬૦ નો મુદ્દામાલ કબ્જે લઇ પ્રોહીનો ગુનો નેાંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.