
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાજસ્થાનમાંથી આવેલ વ્યક્તિ રસી લેવા માટે લાઈનો લાગી
રાજસ્થાનના 52. મહિલા પુરુષોએ કોરોનાની રસી મુકાવી
સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર રીતેશભાઈ રાઠવા તેમજ ડોક્ટર દિપીકાબેન ચરપોટ સાથ અને સહકાર આપેલો હતો
રાજસ્થાનના 52 મળીને કુલ 102 લોકોએ રસી મુકાવી હતી
ફતેપુરા તા.07
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 18 થી 44 ઉંમરના વ્યક્તિઓને રસી મુકવવા માટે લાંબી લાંબી લાઈનો લાગતી જોવા મળતી હતી નજીકના ગુજરાત રાજ્ય ને અડી ને રાજસ્થાન રાજ્યના ગલીયાકોટ આનંદપુરી અને સાગવાડા ગામના લોકો વાહનો લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી મુકવા માટે
#Paid pramotion
Contact us :- sunrise public school
લાઈન લાગેલ નથી રાજસ્થાનમાંથી આવેલા 52 ઈસમોએ કોરોના ની રસી મુકાવી હતી આમ રાજસ્થાન રાજ્યના લોકોએ પણ ગુજરાતમાં આવી ગુજરાતના ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરાવેલ હતું સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તબીબી ડોક્ટર રીતેશભાઈ રાઠવા અને જગોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબ ડોક્ટર મેડમ દિપીકાબેન ચરપોટ તેમજ આરોગ્ય કેન્દ્રના નર્સ બેનો તેમજ આરોગ્ય સ્ટાફ રસીકરણ મુકવા માટે આવતા ઇસમોને સાથ અને સહકાર આપતા હતા આમ આજરોજ રાજસ્થાન રાજ્યના 52 તેમજ ફતેપુરા નગરના મળીને કુલ 102 ઈસમોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.