
ફતેપુરા , શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહ તાલીમ શિબિર યોજવામાં આવેલ હતી
૧૨૯ ફતેપુરા વિધાનસભા કોંગ્રેસના પ્રભારી શ્રી અજય શર્મા ની અધ્યક્ષતા માં યોજવામાં આવી હતી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૨૯ ફતેપુરા વિધાનસભાન ટ્રેનિંગ શિબિર 129 વિધાનસભાના પ્રભારી શ્રી અજય શર્મા ની અધ્યક્ષતા માં રાખવામાં આવેલ હતી જેમાં ફતેપુરા વિધાનસભાની આદિવાસી સત્ય ગ્રહ તાલીમ શિબિર યોજવામાં આવેલ હતી જેમાં આદિવાસી અધિકારો અને હક માટે જલ જમીન અને જંગલ ના અધિકારો અને હક માટે તાલીમ યોજવા માં આવેલ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તાલીમના સી.ઓ. પૃથ્વીરાજસિંહ દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડોક્ટર કિશોરભાઈ તાવિયાડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર સરપંચ શ્રી ઓ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પરદેશ સમિતિ તાલીમના સી ઓ પૃથ્વીરાજસિંહ એ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને તાલીમ આપવામાં આવેલ હતી તેમજ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ હતી