ફતેપુરા ના મોટાભાગ ના પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ની અછત સર્જાતા ખેડૂતો સહિત વાહનચાલકો અટવાયાં

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

 

 

ફતેપુરા ના મોટાભાગ ના પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ની અછત સર્જાતા ખેડૂતો સહિત વાહનચાલકો અટવાયાં.

 

હાલ પેટ્રોલ ડિઝલ એ રોજિંદી જીવન જરૂરી વસ્તુ માંથી એક છે ત્યારે ફતેપુરા માં ડીઝલ પેટ્રોલ નો જથ્થો મોટાભાગ ના પેટ્રોલ પંપ પર અછત સર્જાઈ હતી. ફતેપુરા ના પેટ્રોલ પંપ રાજસ્થાન ની સરહદી વિસ્તાર માં આવેલા હોવા થી ડિઝલ પેટ્રોલ માં અછત સર્જાઈ. રાજસ્થાન કરતા ગુજરાત માં ડિઝલ પેટ્રોલ નો ભાવ ઓછો હોવા થી રાજસ્થાન ના સરહદી વિસ્તાર ના લોકો ડીઝલ પેટ્રોલ ની ખરીદી કરવા ગુજરાત આવતા હોય છે જેના લીધે ગુજરાત ના સરહદી તાલુકા ફતેપુરા માં ડિઝલ પેટ્રોલ ની અછત સર્જાતી હોવા ની ચર્ચા. ફતેપુરા તાલુકાના અનેક ગામડા ઓ મા હાલ ચોમાસાની ઋતુ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ફતેપુરા ના ગામડા ઓ મા મોટા ભાગે લોકો ખેતી તરફ વળ્યા છે ત્યારે ચોમાસા ની શરૂઆત માં ડિઝલ ની અછત સર્જાતા ખેડૂતો માં એક તરફ નારાજગી જોવા મળી હતી. વરસાદ પડવા થી હાલ મોટાભાગ ના ખેડૂતો ખેતીકામ ટ્રેક્ટર દ્વારા કરતા હોવા થી લોકો ને ડિઝલ ન મળતાં હલકી ભોગવવા નો વારો આવ્યો. ત્યારે બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પણ પેટ્રોલ ડિઝલ નો જથ્થો પુરતો પ્રમાણ માં આપવામા આવે ની માંગ ઉઠવા પામી છે.

Share This Article