Wednesday, 10/08/2022
Dark Mode

ફતેપુરા તાલુકાના હડમત ગામે બાઇક સ્લીપ ખાતા પાછળ બેસેલા વ્યક્તિનું મોત..

June 10, 2022
        406
ફતેપુરા તાલુકાના હડમત ગામે બાઇક સ્લીપ ખાતા પાછળ બેસેલા વ્યક્તિનું મોત..

બાબુ સોલંકી, સુખસર

 

ફતેપુરા તાલુકાના હડમત ગામે બાઇક સ્લીપ ખાતા પાછળ બેસેલા વ્યક્તિનું મોત..

 

દાહોદ તા.૧૦

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ એક વ્યક્તિને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૦૯મી જુનના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાગડતલાઈ તાલુકામાં બાજાર ગામે રહેતો રાજુભાઈ મગનભાઈ વસૈયા પોતાનો મોટરસાઈકલ પર દિનેશભાઈ હકરાભાઈ ગરાસીયાને બેસાડી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડતમ ગામેથી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ઉપરોક્ત બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેમાં મોટરસાઈકલની પાછળ બેઠેલ દિનેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

 

આ સંબંધે મધ્યપ્રદેશના બાંસવાડા જિલ્લાના ગાગડતલાઈ ગામે દુધા ગામે રહેતા હકરાભાઈ બદીયાભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!