શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે પ્રાથમિક શાળા મા આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સેવાસેતુ કાર્યક્રમમાં 962 અરજીઓનો નિકાલ કરવામાં આવેલ હતો
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે પ્રાથમિક શાળામાં 8 મા તબક્કાનો સેવા સેતુ નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો 8 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ફતેપુરાના મામલતદાર પી એન પરમાર ની અધ્યક્ષતા માં યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ રાઠવા ઢઢેલા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યશ્રી સરલાબેન કનુભાઈ પારગી ના પતિ કનુભાઈ પારગી નાયબ મામલતદાર પુરવઠા શ્રી ચૌધરી પશુ ચિકિત્સા ડોક્ટર સંગાડા ફતેપુરા તાલુકાના તલાટી કમ મંત્રીશ્રી ના પ્રમુખ શ્રી અતુલભાઈ ડોડીયાર આંગણવાડી વર્કર બહેનો તબીબ નર્સ બહેનો જી ઈ બી માંથી આવેલ કર્મચારીગણ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા સેવાસેતુ કાર્યક્રમમાં જાતિના દાખલા આવક ના દાખલા વૃદ્ધ પેન્શન વિધવા આર્થિક સહાય રેશનીંગ કાર્ડ માંથી નામ કમી કરવાના રેશન કાર્ડમાં નામ દાખલ કરવા ના રેશન કાર્ડમાં નામ સુધારો કરવાના નવીન આધાર કાર્ડ આધારકાર્ડ માંસુધારો કરવા જેવી વિવિધ સેવાઓને લગતા 962 અરજીઓ અરજદાર તરફથી મળેલ હતી તમામે તમામ 962 અરજીઓનું નિકાલ કરવામાં આવેલ હતો.
આઠમા સેવાસેતુ કાર્યક્રમમાં સમાવેશ ગામોની યાદી
ઢઢેલા ડુંગરા મોટી બારા ઇટા કંકાસીયા ઘુઘસ ડુંગરાના પાણી નાની બારા ભીચોર આપ તલાઈ પાટવેલ
