
શબ્બીરભાઈ સુનેલવાલા:- ફતેપુરા
ફતેપુરા તાલુકાની ધાણીખુટ પ્રાથમિક શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તા.16
ફતેપુરા તાલુકાના ધાણીખૂટ પ્રા.શાળા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિવિધ પ્રવુતિઓ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી તેમજ ધોરણ 8 પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો…આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિ…ગ્રામજનો અને વાલી સમુદાય મોટી સંખ્યામાં હાજર રહ્યા.શાળાના આચાર્યશ્રી કલ્પનાબેન રાજભોઈ દ્વારા શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું…વેશભૂષા..રંગોળી…એકપાત્રિય અભિનય..નાટકો…છતિસગઢ સંસ્કૃતિ વગરે થીમ ઉપર વિવિધ કાર્યક્રમ યોજાયો…શાળા દ્વારા આયોજિત કાર્યક્રમ ને વાલી સમુદાય અને એસ. એમસી દ્વારા આવકારી સ્ટાફને અભિનદન પાઠવ્યા..
હડમત ક્લસ્ટર ના સી.આર.સી.કો.સુરેશભાઇ પંચાલે શાળાના સ્ટાફ અને બાળકોને અભિનદન અને શુભેચ્છાઓ પાઠવી શાળા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી…શાળા અને વાલી દ્વારા બાળકો પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું ..સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ દ્વારા સુદર આયોજન થયું હતું..કાર્યક્રમનું સફળ સંચાલન સુમનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.આભારવિધિ સાથે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી..