
ફતેપુરા સુનેલવાલા :- ફતેપુરા
દાહોદ ખાતે દાઉદી વ્હોરા સમાજ દ્રારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એ ભાગ લીધો
દાહોદ તા.07
દાઉદી વ્હોરા સમાજના વડા ડો સૈયદના મોહમ્મદ બૂરહાનુદ્દીન સાહેબ ની છ એપ્રિલ 107 મી જન્મ જયંતિ સાલગીરા નિમિત્તે વ્હોરા સમાજ દ્રારા મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વ્હોરા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.તળાવ વિસ્તાર માં આવેલ બુરહાની સ્કૂલથી ટાઉન પી.આઈ વસંત પટેલ તેમજ વ્હોરા સમાજના સૂજાઇ બાગ તેમજ કુતબી મોહલ્લાના જનાબ સાહેબ અને અગ્રણીઓ લીલી ઝંડી આપી દોડનું પ્રસ્થાન કરાવ્યુ હતું.પરેલ, સ્ટેશન રોડ સહિત ના વિસ્તારોમાં થઈ પરત દોડવીરો આવી પહોચ્યા હતા.જ્યાં પ્રથમ દૃતીય અને તૃતીય વિજેતા ઑ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ જન્મદિવસ નિમિત્તે કેક કાપવામાં આવ્યો હતો