
રિપોર્ટર :- બાબુ સોલંકી /શબ્બીર સુનેલવાલ
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાવાઝોડા ગાજ-વીજ સાથે કમોસમી વરસાદ:ખેડૂતો ચિંતિત.
હોલિકા દહનના મુહર્તમાજ ગાજ-વિજ સાથે કમોસમી વરસાદ થતાં હોલિકા દહનનો કાર્યક્રમ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોકુફ રખાયો.
ખેડૂતોની તૈયાર થયેલ ખેતી પાકોમાં વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ થી ખેડૂતો ચિંતિત.
સુખસર,તા. 06
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સહિત સુખસર પંથકમાં આજરોજ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદનું આગમન થતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હોલિકા દહન નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકામાં આજરોજ હોલિકા દહનનો કાર્યક્રમ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર હતો.પરંતુ રાત્રિના 9:00 વાગ્યાના અરસામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું આગમન થતા ખેડૂતોની તૈયાર થવા આવેલ રવિ સિઝનના પાકો સહિત કાપણી થયેલા ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જવાના અણસાર થી ખેડૂતો ચિંતિત બન્યા છે.જોકે આજરોજ હોલિકા દહનનો કાર્યક્રમ શાસ્ત્રોક્ત અનુસાર હતો.પરંતુ હોલિકા દહન ના કાર્યક્રમના સમયે જ આકાશમાં વાદળો ઘેરાતા અને ગાજ વીજ અને વાવાઝોડા સાથે કમોસમી માવઠાનું આગમન થતાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં હોલિકા દહનનો કાર્યક્રમ મોકુફ રાખી આવતીકાલ ઉપર રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.જોકે ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સહીત કમોસમી વરસાદમાં કરા પડ્યા હોવાનું જાણવા મળે છે.કમોસમી વરસાદથી હોલિકા દહન નો કાર્યક્રમ મુલતવી રહ્યો છે.પરંતુ તે સાથે ખેડૂતો અને ફતેપુરા તાલુકાના ઇટ ભઠ્ઠાના માલિકોને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું હોવાનું પણ જાણવા મળે છે.