રાહુલ ગારી, ધાનપુર
ધાનપુર પોલીસ મથકના ગૌહત્યાના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપાયા
છેલ્લા એક વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા
ધાનપુર તાલુકાના ઊંડાર ગામના ગૌહત્યાના ગુન્હામાં સંડોવયેલ આરોપી ધાનપુર પોલીસ મથકે દાખલ ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઊંડાર ગામે તેના ઘરેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી, ધાનપુર પોલીસ મથકના અલગ અલગ ગુન્હામાં સંડોવયેલ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સધન પેટ્રોલિંગ હાથ ધરી રહી છે જેના ભાગરૂપે ધાનપુર પોલીસ મથકના નોંધાયેલા ગૌહત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી માનસિંગ ગણાવા ગામ (ઊંડાર ) સરતન વાખળા ઊંડારને પોતાના ઘરે આવ્યો હોવાની પોલીસને બતમીમલી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી આમ પોલીસને ફરાર આરોપીને પકડવામાં સફળતા સાંપડી હતી