કલ્પેશ ચૌહાણ, ધાનપુર
ધાનપુર તાલુકાના કંજેટા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો…
પોલીસે 67 હજારનો વિદેશી દારૂ તેમજ ફોર વહીલ ગાડી, મોબાઈલ ફોન મળી 2.73 લાખનો મુદામાલ જપ્ત કરાયો..
પોલીસે ચાલક તેમજ મધ્ય પ્રદેશના ઠેકેદાર સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો…
દાહોદ તા.02
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાં લવાતો 67 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી છે. પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ચાલક તેમજ મધ્ય પ્રદેશથી દારૂ ભરીને આપનાર ઈસમ મળી બે લોકો સામે પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કર્યો છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોઈ અને આદિવાસી બાહુલય ધરાવતા સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ તેમજ માદક પદાર્થની હેરાફેરી રોકવા દાહોદ પોલીસ સક્રિય બની અસરકારક પેટ્રોલિંગ કરી રહી છે તેવા સમયે દેવગઢ બારીયા તાલુકાના સિમલાઘાસી ગામના રહેવાસી મહેન્દ્ર બળવંતભાઈ રાઠવા GJ-09-BB-3819 નંબરની એક્સયુવી કારમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા ખાતેથી મુલચંદ ભાઈ મુરચંદ ભાઈ ડામોરને ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી દેવગઢ બારીયા તરફ આવી રહ્યો હતો તે સમયે રસ્તામાં ધાનપુર તાલુકાના કંજેટા ફોરેસ્ટ નાકા પાસે વોચમાં ઉભેલા ધાનપુર પીએસ આઈ સી બી બરંડા તેમજ ટીમે એક્સયુવી ગાડીને ઉભી રાખી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની 672 બોટલો મળી 67,200 નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ત્રણ લાખ રૂપીયાની ગાડી તેમજ એક મોબાઈલ ફોન મળી 3.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ લાવનાર ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરનાર ઈસમ મળી બે લોકો વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે..