રાહુલ ગારી, ગરબાડા
ધાનપુર તાલુકા ની શિગાવાલી શાળા માં આઝાદીકા અમૃત મહોત્સવ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
ધાનપુર તારીખ : ૦૫
ધાનપુર તાલુકાના શિગાવાલી ગામની પ્રાથમિક શાળા આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી નો રંગારંગ કાર્યક્રમ યોજયોહતો જેમાં શાળા ના વિધાર્થી ઓ પ્રાર્થનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી તેમણે પધારેલ મહેમાનોનું સ્વાગત ગીત થી સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્ય સૌને આવકારી શાળા ની સ્થાપનાથી આજ સુધીના વિકાસ ગાથા વર્ણવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અનન્વયે તિરંગા યાત્રા,સ્વતંત્ર સૈનિક પ્રત્યેની ભાવના પ્રગટ કરવા ,સ્વતંત્રતાના સંગ્રામ થી નવી પેઢીને અવગત કરાવવા તેમજ રાષ્ટ્ર ભાવનાના નિર્માણ થાય તેવા શુભ આશયથી આજ તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ધાનપુર તાલુકા ની શિગાવાલી પ્રાથમિક શાળામાં રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા તે અંગે જરૂરી સમજ તેમજ કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષકો કર્યું હતું આ પ્રસંગે શાળા ના સ્ટાફ આગેવાનો તથા બાળકોએ ભારતમાતાનું પૂજન કર્યું હતું