
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ધામરડા ગામે ખેતરમાંથી ટામેટા તોડવા બાબતે 11 લોકોનું ટોળું લાકડીઓ પાઇપ લઈને 4 ઈસમો પર તૂટી પડ્યું
દાહોદ તા.04
દાહોદ તાલુકાના ધામરડા ગામે ખેતરમાંથી ટામેટા તોડવા બાબતે તકરાર થઈ હતી.જેમાં મહિલા સહિત 11 લોકોનાં ટોળાએ મહિલા સહિત ચાર વ્યક્તિઓને લોખંડની પાઈપ , લાકડીઓ , છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી.ભારે ધિંગાણું મચાવી મકાઈના પુળા સળગાવી દઈ નુકસાન પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે .
દાહોદ તાલુકાના ધામરડા ગામે રાહ ડુંગરી ફળિયામાં રહેતાં બચુભાઈ લીંબાભાઈ હઠીલા તથા તેમની સાથે તેમના પરિવારજનો ખેતરમાં ટામેટા તોડવા માટે ગયાં હતાં . આ દરમિયાન ગામમાં રહેતાં બાબુભાઈ મલાભાઈ , લાલાભાઈ બાબુભાઈ , વિકાસભાઈ બાબુભાઈ , અનિલભાઈ બાબુભાઈ , રાયમલભાઈ નાથુભાઈ , આકાશભાઈ રમસુભાઈ , પ્રતાપભાઈ મલાભાઈ , અજયભાઈ રાયમલભાઈ , કમાબેન રમસુભાઈ , દેમાબેન બાબુભાઈ અને ભાવનાબેન લાલુભાઈ તમામ જાતે ભાભોર એક સંપ લોખંડની પાઈપ , લાકડી જેવા મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા.હુમલાખોરો બચુભાઈ તથા તેમના પરિવારજનો પાસે આવ્યાં હતાં અને ગાળો બોલી ઉશ્કેરાઈ કહેવા લાગયાં હતાં કે કેમ અમારા ખેતરમાથી ટામેટા કેમ તોડી છો તેમ કહી લોખંડની પાઈપ વડે , લાકડી વડે , છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટુનો માર મારી બચુભાઈ , સુનીલભાઈ જવરસીંગ હઠીલા , મનેશભાઈ મકનભાઈ હઠીલા , શાંતાબેન લીંબાભાઈ હઠીલા અને લીંબાભાઈને શરીરે , હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતીભારે ધિંગાણું મચાવી બચુભાઈના ઘરના આંગણામાં મુકી રાખેલા મકાઈના પુળામાં આગ ચંપી કરી નુકસાન પહોંચાડી ઘરમાં પણ ટોળુ ઘુસી જઈ સરસામાન પણ બાળી નાંખી આતંક મચાવ્યો હતો.આ સંબંધે ઈજાગ્રસ્ત બચુભાઈ લીંબાભાઈ હઠીલાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .