Thursday, 26/12/2024
Dark Mode

ધાનપુર તાલુકાના કાટું ગામે ફોરવીલર ગાડી માં આવેલા બે વ્યક્તિ હોય રીક્ષામાં આવતા દંપતી જોડે મારઝૂડ કરી પતિનું કર્યું અપહરણ

June 23, 2021
        729
ધાનપુર તાલુકાના કાટું ગામે ફોરવીલર ગાડી માં આવેલા બે વ્યક્તિ હોય રીક્ષામાં આવતા દંપતી જોડે મારઝૂડ કરી પતિનું કર્યું અપહરણ

જીગ્નેશ બારીયા :-  દાહોદ

ધાનપુર તાલુકાના કાટું ગામે ફોરવીલર ગાડી માં આવેલા બે વ્યક્તિ હોય રીક્ષામાં આવતા દંપતી જોડે મારઝૂડ કરી પતિનું કર્યું અપહરણ  

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાટું ગામે પતિ – પત્નિ બંન્ને પોતાના કબજાના છકડો ઓટો રીક્ષા બેસી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક બોલેરો ગાડીમાં સવાર થઈ આવેલા બે વ્યક્તિઓએ છકડો ઓટો રીક્ષા ઉભી કરાવી દંપતિન સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી પતિને માર મારી પોતાના કબજાની બોલેરો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે પત્નિ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

#paid pramotion

 આજે જ સંપર્ક કરો સનરાઈઝ પબ્લિક સ્કુલ

ધાનપુર તાલુકાના કાટું ગામે ફોરવીલર ગાડી માં આવેલા બે વ્યક્તિ હોય રીક્ષામાં આવતા દંપતી જોડે મારઝૂડ કરી પતિનું કર્યું અપહરણ

ગત તા.૨૨મી જુનના રોજ ધાનપુર તાલુકાના ઝાબુ ગામે નિશાળ ફળિયામાં રહેતાં માજુભાઈ ચીમનભાઈ પરમાર અને તેમની પત્નિ વનીતાબેન માજુભાઈ પરમાર એમ બંન્ને જણા પીપેરો ગામે ખાતરની ખરીદી કરીને પરત પોતાના કબજાના છકડા ઓટો રીક્ષમાં બેસી ઘરે જતાં હતા. આ દરમ્યાન બપોરના બાર વાગ્યાના આસપાસ કાટું ગામે રહેતાં રમેશભાઈ વરસીંગભાઈ પરમાર અને મુકેશભાઈ ઉર્ફે માજુભાઈ પરમાર બંન્ને પોતાના કબજાની બોલેરો ગાડી લઈ ઉપરોક્ત દંપતિ પાસે આવ્યાં હતાં અને તેઓનો ઓટો રીક્ષા છકડો ઉભો કરાવી તેઓની સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરવા લાગ્યાં હતાં અને એકદમ ઉશ્કેરાઈ જઈ માજુભઆઈને બેફામ ગાળો બોલી ગડદાપાટ્ટુનો માર મારી બોલેરો ગાડીમાં બેસાડી લઈ ભાગી ગયાં હતાં.

આ સંબંધે વનીતાબેન માજુભાઈ પરમારે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!