ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દેવગઢ બારીયા તાલુકાના સીંગેડી ગામેથી પોલીસે ફોરવીલર ગાડીમાં થી સવા લાખ ઉપરાંત નો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપ્યો: દારૂ લાવનાર ચારેય ઈસમો ફરાર…
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી ગામેથી પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૫૭,૬૦૦ તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧,૧૪,૮૧૬ ના મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસને જાેઈ વિદેશી દારૂની કટીંગ કરી રહેલ અન્ય એક ફોર વ્હીલર ગાડીમાં બેસી ચાર જણા ફરાર થઈ જતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી ગામે જંગલ વિસ્તારમાં નરવતભાઈ મણીલાલ પટેલ (રહે. સીંગેડી), નરવતભાઈ મણિલાલ પટેલની સાથેનો માણસ, ભીખાભાઈ ભલજીભાઈ રાઠવા (રહે. મીઠીબોર, જી. છોટાઉદેપુર) અને ભીખાભાઈ ભલજીભાઈ રાઠવા સાથેનો માણસ મળી કુલ ચાર જણા એક બોલેરો અને એક સેન્ટ્રો ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ ભરતાં હતાં તે સમયે દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે જંગલ વિસ્તાર તરફ ઓચિંતી રેડ પાડતાં ઉપરોક્ત ઈસમો નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યો હતો ત્યારે પોલીસને જાેઈ ઉપરોક્ત ચારેય જણા અન્ય એક સેન્ટ્રો ફોર વ્હીલર ગાડીમાં બેસી ફરાર થઈ ગયાં હતાં. પોલીસે બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૫૭,૬૦૦ તેમજ બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧,૧૪,૮૧૬નો મુદ્દામાલ પોલીસે કબજે કરી દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.