દાહોદમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય: એક જ દિવસમાં ત્રણ મોબાઇલ ફોનની ચીલ ઝડપ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય: એક જ દિવસમાં ત્રણ મોબાઇલ ફોનની ચીલ ઝડપ

 

દાહોદ તા.૦૫

 

દાહોદ શહેરમાં અજાણ્યા ચોર ઈસમો દ્વારા એક સાથે એકજ દિવસમાં ત્રણ વ્યક્તિઓના મોબાઈલ ફોન ઝુંટવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ સાત બંગલા ટેકરી તરફથી પસાર થઈ રહેલા આશુતોષકુમાર અમીતકુમાર પાઠક (રહે. ગોવિંદનગર, દાહોદ), બનીન (રહે. દાહોદ) અને અબરામ ઉસ્માનભાઈ પઠાણ (રહે. કસ્બા, દાહોદ) આ ત્રણેય વ્યક્તિઓ ગત તા.૦૨ જુલાઈના રોજ પરેલ સાત બંગલા વિસ્તાર ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ પાસેથી હાથમાંથી મોબાઈલ ફોન છુટવી ફરાર થઈ જતાં એક સાથે ત્રણ વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરીની ઘટનાને પગલે દાહોદ શહેરમાં ભળભળાટ મચી જવા પામ્યાં હતો.

 

આ સંબંધે આશુતોષકુમાર અમીતકુમાર પાઠક દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article