દાહોદ ખાતે યોજાયેલ નેશનલ લોક અદાલતમાં 9.91 કરોડની રિકવરી કરાઈ..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે,દાહોદ

 

 

દાહોદ ખાતે યોજાયેલ નેશનલ લોક અદાલતમાં 9.91 કરોડની રિકવરી કરાઈ..

 

 

દાહોદ તા.૨૭

 

દાહોદ ખાતે નેશનલ લોક અદાલતમાં ૯,૯૧,૨૯,૩૫૭ (નવ કરોડ એકાણુલ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો સતાવણ) રૂપીયોની વસુલાત કરવામાં આવી હતી.

 

દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન જેમા નવ કરોડ એકાણું લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો સતાવન રૂપિયાનો એવોર્ડ કરવામાં આવેલ નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ , ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ , દાહોદ ઘ્વારા નામ.ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જ કમલ એમ.સોજીત્રા સાહેબશ્રીના વરદ હસ્તે આજ રોજ તા . ૨૬૦૬૨૦૨૨ ( રવિવાર ) ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું . વધુમાં આજરોજ નેશનલ લોક અદાલતમાં પ્રિલીટીગેશનમાં અને જીલ્લાની તમામ અદાલતોમાં બેંક રિકવરીના કેસો , મોટર અકસ્માતના કેસો , નેગોશીએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટની કલમ ૧૩૮ , વીજળી લાઈટ બીલ , ઈ – મેમો વિગેરેના કુલ ૧૯,૩૫૭ કેસો મુકવામાં આવેલ જેમાં કુલ ૪૫૮૦ કેસોનો નિકાલ થયેલ અને કુલ રૂા . ૯,૯૧,૨૯,૩૫૭ – ( અંકે રૂપિયા નવ કરોડ એકાણું લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો સતાવન પુરા ) નો એવોર્ડ કરવામાં આવેલ છે આમ નેશનલ લોક અદાલત દ્વારા કોઈનો જય નહિ અને કોઈનો પરાજય નહિ તે બાબત સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલતનું નામદાર ગુજરાત હાઈકોર્ટની ( એસ.ઓ.પી ) માર્ગદર્શિકા મુજબ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.

 

 

Share This Article