સુમિત વણઝારા
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજનાનો વિરોધ દર્શાવી ધરણા યોજ્યા…

દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપંથ યોજનાનો વિરોધ દર્શાવી દાહોદ શહેરમાં ધરણા પ્રદર્શન યોજી સરકાર વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યાં હતાં.
હાલ સમગ્ર ભારત દેશમાં અગ્નિપંથ યોજનાનો ભારો વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર યુવાનો પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે વિરોધ પક્ષના લોકો પણ આ યોજનાનો ભારે વિરોધ નોંધાવી યુવાનોની પડખે ઉભા રહ્યાં છે તેવામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દાહોદ શહેરમાં અગ્નિપંથ યોજનાનો ભારે વિરોધ દર્શાવ્યો હતો અને ધરણા પ્રદર્શન કર્યાં હતાં. હાથમાં વિવિધ બેનરો લઈ સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ પોકાર્યાં હતાં. સરકાર દ્વારા યુવાનોને ગુમરાહ કરવા શરૂં કરેલ અગ્નિપંથ યોજના સત્વરે બંધ કરવાની માંગણી સાથે તેમજ ભાજપા દ્વારા ચુંટણી સમયે વોટ બેંક ઉભી કરી યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરવા લોલીપોપ અપાઈ રહ્યો હોવાના પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
