
સુમિત વણઝારા / રાજેશ વસાવે, દાહોદ
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી લગ્નના ઇરાદે બે સગીરાનું અપહરણ…
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓને લગ્નની લાલચ આપી બે યુવકો દ્વારા સગીરાઓના અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના બોરવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી મેના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કુંડલા ગામે રહેતો કલ્પેશભાઈ દિનેશભાઈ ભોઈ દ્વારા સગીરાને પટાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતા આ સંબંધે સગીરાના પિતા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ ઝાલોદ નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૪ મેના રોજ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને ઝાલોદ તાલુકાના લીમડી ખેડા ગામે રહેતો કમિતભાઈ ભોધરાભાઈ નિનામાએ સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.