Saturday, 20/04/2024
Dark Mode

પોલીસ બંદોબસ્ત તેમજ વિપક્ષના હોબાળાની વચ્ચે યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભા ગણતરીની સેકન્ડોમાં સમેટાઈ: વિવિધ 23 કામો મંજૂર કરાયા..

May 20, 2022
        1611
પોલીસ બંદોબસ્ત તેમજ વિપક્ષના હોબાળાની વચ્ચે યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભા ગણતરીની સેકન્ડોમાં સમેટાઈ: વિવિધ 23 કામો મંજૂર કરાયા..

 

રાજેન્દ્ર શર્મા :- દાહોદ 

 

પોલીસ બંદોબસ્ત તેમજ વિપક્ષના હોબાળાની વચ્ચે યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભા ગણતરીની સેકન્ડોમાં સમેટાઈ: વિવિધ 23 કામો મંજૂર કરાયા..

 

કોંગ્રેસના કાઉન્સીલરોનું વોક આઉટ : આક્ષેપો પ્રતિઆક્ષેપોની વચ્ચે સામાન્ય સભામાં ગરમાગરમી ના દ્રશ્યો સર્જાયા…

દાહોદ તા.૨૦

 

પોલીસ બંદોબસ્ત વચ્ચે દાહોદ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા આજરોજ સેન્ટ્રલ વોટર્સ વર્કસ ખાતે યોજાઈ હતી. આ સામાન્ય અન્ય સ્થળ પર રાખવામાં આવી હોવાના વિરોધ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અને સ્થળ પર તુ.તુ. મે..મે.ની સાથે હોબાળાના દ્રશ્યો પણ સર્જાયાં હતાં અને વિરોધ દર્શાવી વિરોદ પક્ષના નેતાઓએ વોકઆઉટ કર્યું હતું.જોકે ગણતરીની મીટીનોમાં સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી અને સ્માર્ટ સીટી અંતર્ગત નગરપાલિકા વિવિધ કામોને બહાલી આપી મંજુર કરવામાં આવ્યાં હતાં.

દાહોદના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ બંદોબસ્તની વચ્ચે યોજાયેલી નગરપાલિકાની ત્રિમાસીક સામાન્ય સભા આજરોજ ગણતરીની મીનીટોમાં સમેટાઈ ગઈ હતી. આ સામાન્ય સભામાં સ્માર્ટ સીટી અંતર્ગત પાલિકાના 23 જેટલાં lppવિવિધ કામો જેવામા કે, વોટર સ્કાડા સીસ્ટમ (સ્માર્ટ સીટી), ૧૨ લાખ લીટર નવીન ટાંકી, ૨૦ લાખ લીટરના સંપ (સ્માર્ટ સીટી) નવીન પંપીંગ સેન્ટર, પેનલ રૂમ (સ્માર્ટ સીટી), પાટાડુંગરીથી આવતી લાઈન અને ફીલ્ડર પ્લાન્ટ રીનોવેશનના કામોને મંજુરી મળી હતી. સ્માર્ટ સીટીની ટીમ દ્વારા સદસ્યઓ સાથે બેઠકમાં જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાય કઈ ટાકીથી કેટલા વિસ્તાર તેમજ કેટલા સમય અને કયાં સમયે પાણીનો સપ્લાય બાબતની સંપુર્ણ જાણકારી આપવામાં આવી હતી. આવનાર સમયમાં દાહોદ નગરમાં દરરોજ પાણનો સપ્લાય આપવા બાબતે જે ખુટતી કડીઓ બાબતની વિસ્તૃત ચર્ચા થતાં આવનાર સમયમાં એ ખુટતી કડીઓ દુર કરવાના પ્રયાસ બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ આ વખતે દાહોદ નગરપાલિકાની ત્રિ માસિક સમાન્ય સભા દાહોદના વિશ્રામગૃહની બાજુમાં આવેલ સેન્ટ્રલ વોટર્સ વર્કસ ખાતે યોજાતાં વિરોધ પક્ષના નેતા દ્વારા વિરોદ દર્શાવ્યો હતો અને સામાન્ય સભામાંથી વોક આઉટ કરી રવાના થયાં હતાં.

 

ત્રિમાસિક સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા તેમજ કોંગ્રેસના કાઉન્સિલરોનો હોબાળો:આક્ષેપો પ્રતિઆક્ષેપોની વચ્ચે સભા સમેટાઈ

દાહોદ નગરપાલિકા દ્વારા ત્રિમાસિક સામાન્ય સભા સેન્ટ્રલ વોટર વર્ક્સ ખાતે યોજવાનું નક્કી કરાતા કૉંગેસના કાઉન્સિલર તેમજ વિરોધ પક્ષના નેતાએ લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે વિરોધ પક્ષના નેતાની રજૂઆતો વચ્ચે સેન્ટ્રલ વોટર વર્ક્સ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કાઈદ ચૂનાવાલા તેમજ અન્ય કોંગ્રેસના કાઉન્સિલરોએ હોબાળો મચાવ્યો હતો. અને સત્તાધારી પક્ષ તેમજ વિરોધ પક્ષ વચ્ચે ચાલુ ત્રિમાસિક સામાન્ય સભામાં ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે હોબાળા અને વિરોધ વચ્ચે ૨૩ જેટલા વિવિધ કામોને ગણતરીની સેકન્ડોમાં બહુમતીથી મંજૂર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ કોંગ્રેસના કાઉન્સિલરોએ વોકઆઉટ કર્યો હતો. આ સમગ્ર સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શિત કરવાના હોવાથી દાહોદના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!