દાહોદ તાલુકાના નવાગામ ખાતે રહેણાંક મકાનની બાજુમાં રાખેલા ઘાસમાં લાગી આગ:મુંગા પશુ બળીને ખાક..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

 

દાહોદ તાલુકાના નવાગામ ખાતે રહેણાંક મકાનની બાજુમાં રાખેલા ઘાસમાં લાગી આગ:મુંગા પશુ બળીને ખાક..

 

 

દાહોદ તા.૧૧

 

દાહોદ જિલ્લાના નવાગામ ખાતે ઘરની બાજુમાં મુકી રાખેલ ઘાસમાં એકાએક આગ ફાટી નીકળતાં એક ભેંસ અને ૨ બકરા બળીને ખાખ થઈ જતાં ત્રણેય પશુઓના મોત નીપજ્યાં હતાં.

 

ગત તા.૦૯મી મેના રોજ નવાગામ ખાતે માળી ફળિયામાં એક વ્યક્તિના ઘરની બાજુમાં મુકી રાખેલ ઘાસમાં આકસ્મીક રીતે આક ભભુકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આખે આખુ ઘાસ આગની અગન જ્વાળાઓની લપેટમાં આવી ગયું હતું ત્યારે ઘાસની બાજુમાં રહેલ એક ભેંસ અને ૨ બકરા પણ આગની ચપેટમાં આવી જતાં ત્રણેય પશુઓ આગમાં સખ્ત બળી જતાં મોતને ભેટ્યાં હતાં જેને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

 

 

Share This Article