Friday, 19/04/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામના હિંદુ યુવતી અને વિધર્મી યુવાનને પોલીસે દિલ્હીથી ઝડપી લીધા,યુવતીને પરિવારને સોંપાઈ..

May 1, 2022
        3862
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામના હિંદુ યુવતી અને વિધર્મી યુવાનને પોલીસે દિલ્હીથી ઝડપી લીધા,યુવતીને પરિવારને સોંપાઈ..

 રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામના હિંદુ યુવતી અને વિધર્મી યુવાનને પોલીસે દિલ્હીથી ઝડપી લીધા

હ્યુમન અને ટેકનિકલ કોર્સની મદદથી પોલીસે બંનેનો પત્તો મેળવ્યો:બંનેને દાહોદ લાવી વીડિયોગ્રાફી સાથે નિવેદન લેવાયા

પરીક્ષા આપ્યા બાદ યુવતીએ રાજીખુશીથી પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતા પરિવારને સોંપાઈ

બન્ને યુવક યુવતી દાહોદ થી બસ માં વડોદરા આવ્યા બાદ ટ્રેન દ્વારા દિલ્હી ગયા હતા

દાહોદ તા.01

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની યુવતી  તેમના જ ગામના લઘુમતી સમાજના યુવક જોડે ભાગી જતા આ મામલે ખુબ જ વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો હતો. બન્ને યુવક યુવતી ભાગી ગયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા ઉપરોક્ત ઘટના સંદર્ભે બંધનું એલાન આપ્યા બાદ ગાંગડી તેમજ સમગ્ર ગરબાડા પંથકમાં ઘટનાના વિરોધમાં બંધ રહ્યો હતો.તેમજ હિન્દુ સંગઠનો,યુવતીના સમાજ દ્વારા પોલીસ તંત્ર, મામલતદાર ધારાસભ્યો,સહીત આવેદન પાઠવી તાબડતોડ કાર્યવાહીની માંગ કરતા સમગ્ર મામલાને પોલીસ તંત્રે ગંભીરતાથી લઇ હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સની મદદથી બંને યુવતીને દિલ્હી ખાતેથી ઝડપી લીધા બાદ બંને યુવક યુવતીને દાહોદ ખાતે લાવી વિડીયોગ્રાફી ની મદદથી નિવેદન લેતાં દાહોદ ખાતે પરીક્ષા આપ્યા બાદ યુવતી રાજીખુશીથી એના માતાપિતાના સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતા પોલીસે યુવતીને પરિવારને સોંપી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર  ગત તારીખ 27.04.2022 ના રોજ દાહોદમાં કોલેજની પરીક્ષા આપવા ગયેલી હિન્દુ યુવતી ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે મટન શોપમાં કામ કરતો યુવક ભગાવી જતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આ સમગ્ર પ્રકરણ લવ જેહાદની આશંકાઓની વચ્ચે યુવતી વહેલી તકે સહીસલામત મળી આવે અને વહેલી તપાસ માટે યુવતીના સમાજ, હિન્દુ સંગઠન દ્વારા આવેદન આપ્યા હતાં.જે બાદ ઘટનાના વિરોધમાં ગરબાડા તાલુકો પણ જડબેસલાક બંધ રહ્યો હતો.જેના પગલે સમગ્ર મુદ્દો જિલ્લાભરમાં ચર્ચાના ચકડોળે ચડ્યો હતો.જોકે આ સમગ્ર પ્રકરણમાં પોલીસતંત્ર શાંતચિત્ત થઇ સમગ્ર મામલામાં તલસ્પર્શી તપાસનો દોર લંબાવી હ્યુમન અને ટેક્નીકલ સોર્સના મદદ લેતા બંનેની ભાળ મળી હતી. અને તપાસનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ યુવક અને યુવતીને દિલ્હીથી પકડી લાવ્યા બાદ પુછપરછ હાથ ઘરાઇ હતી.

યુવતી યુવક જોડે છેલ્લા બે-અઢી વર્ષથી પ્રેમમાં હોવાનું સ્વીકાર્યું: બંને જણા વાત કરતા પકડાઈ જતા પિતા તેમજ ભાઈએ ઠપકો આપતા નારાજ થઈ યુવક જોડે ફરવા ગઈ હોવાનું જણાવ્યુ

સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા વિડીયોગ્રાફી ની મદદથી સંલગ્ન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં નિવેદન લીધા હતા. જેમાં યુવતિએ યુવક સાથે બે-અઢી વર્ષથી પ્રેમ હોવાનું કહ્યું હતું. તેમજ થોડા સમય પહેલાં યુવક જોડે વાત કરતાં પકડાતાં પિતા-ભાઇએ ઠપકો આપ્યો હતો.જે બાદ યુવતી પરિવારથી નારાજ થઇ યુવક સાથે ફરવા જતી રહી હોવાનું પોલીસને જણાવ્યુ હતું.

બંને યુવક યુવતી દાહોદ થી બસ મારફતે વડોદરા  તેમજ ટ્રેન મારફતે દિલ્હી પહોંચ્યા હોવાનું સામે આવ્યું: યુવતીએ માતા પિતા જોડે જવાની ઇચ્છા વ્યક્ત કરતા પરિવારને સોંપાઈ

પરિવારથી નારાજ થઈ યુવતી યુવક જોડે દાહોદથી બસ દ્વારા બંને વડોદરા ગયા હતા.અને ત્યાંથી સાંજની  ટ્રેન પકડીને દિલ્હી પહોંચી ગયા હતાં. દિલ્હીના મેરોલી વિસ્તારમાં રાત્રી રોકાણ કર્યુ હતું. દિલ્હી ધસી ગયેલી દાહોદ પોલીસે વોચ ગોઠવતાં અંતે બંને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પાસેથી મળી આવ્યા હતાં. બંનેને સમજાવીને પોલીસ જાપ્તામાં કાર દ્વારા દાહોદ લાવવામાં આવ્યા હતાં. મધ્ય રાત્રે છોકરીએ પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને પરિવારને સોંપી દેવાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!