Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં રેલવે વર્કશોપમાં વડાપ્રધાનના હસ્તે 2200 કરોડના ખર્ચે લોકોમોટીવ પ્રોડ્કશન યુનિટનું શીલાન્યાસ:રેલમંત્રીએ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ વર્કશોપનું નિરીક્ષણ કર્યું

April 20, 2022
        1127
દાહોદમાં રેલવે વર્કશોપમાં વડાપ્રધાનના હસ્તે 2200 કરોડના ખર્ચે લોકોમોટીવ પ્રોડ્કશન યુનિટનું શીલાન્યાસ:રેલમંત્રીએ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ વર્કશોપનું નિરીક્ષણ કર્યું

  રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

દાહોદમાં રેલવે વર્કશોપમાં વડાપ્રધાનના હસ્તે 2200 કરોડના ખર્ચે લોકોમોટીવ પ્રોડ્કશન યુનિટનું શીલાન્યાસ..

રેલમંત્રી તેમજ રેલ રાજ્ય મંત્રીએ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ વર્કશોપનું નિરીક્ષણ કર્યું

મેક ઈન ઇન્ડિયા તેમજ મેક ફોર વર્લ્ડ અંતર્ગત 1200 એન્જીન તૈયાર થશે:વિદેશમાં એક્સપોર્ટ કરાશે..

 દાહોદમાં હાઈ ટેકનોલોજી ધરાવતી લોકોમોટિવ એન્જિન પ્રોડકશન યુનિટ ભારતમાં સાતમી યુનિટ: 10,000 લોકોને રોજગાર મળશે 

દાહોદ તા.20

દાહોદ તાલુકાના વરોડ ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્તિથીમાં આદિવાસી મહા સંમેલન યોજાયો હતો.જેમાં દાહોદ રેલ્વે કારખાના ને 20 હજાર કરોડના ખર્ચે લોકો મોટીવ પ્રોડક્શન યુનિટની આધારસીલા મુકવામાં આવી હતી.આ પ્રસંગે દાહોદ ખાતે પધારેલા રેલ મંત્રી અશ્વિની કુમાર તેમજ રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્રારા રેલ્વે કારખાનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દાહોદ રેલ્વે વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 હજાર કરોડના ખર્ચે મેક ઈન ઇન્ડિયા તેમજ મેક ફોર વર્લ્ડ અંતર્ગત 9000 હોર્ષ પાવરના આધુનિક ટેક્નોલોજી ધરાવતા હાઇટેક એન્જીન પ્રોડક્શન યુનિટ સ્થાપવાની જાહેરાત બાદ આજરોજ સ્પેશિયલ ટ્રેન મારફતે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ રેલરાજ્ય મંત્રી દર્શના જરદોષ રેલ્વે બોર્ડના ચેરમેન વિનય કુમાર ત્રિપાઠી પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર એ.કે

 

લાહોટી રતલામ મંડળના ડી.આર.એમ તેમજ રેલ્વે તંત્રના આલા અધિકારીઓ દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં રેલ મંત્રી અશ્વિની કુમાર વેષ્ણવ દ્રારા પ્રેસ કોન્ફ્રેંસ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતુંકે પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટાં તેમજ દાહોદ પ્રત્યે અમી દ્રષ્ટિના કારણે દાહોદમાં લોકોમોટિવ પ્રોડકશન યુનિટની આધારશીલા મુકવામાં આવી છે. જેમાં આવનારા સમયમાં 1200 જેટલાં અત્યાધુનિક એન્જીનો બનીને તૈયાર થશે જે માત્ર ભારતમાંજ નહીં પરંતુ વિદેશોમાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરાવશે.આ યુનિટ સ્થાપ્યા બાદ દાહોદમાં 10 હજારથી વધુ લોકોને રોજગાર પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું.તેમજ કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો તેમજ અન્ય મેલ એક્સપ્રેસ ટ્રેનોના બાબતે દાહોદના સાંસદ દ્રારા રજૂઆતો કરાઈ છે. જેને લઈને નજીકના દિવસોમાં નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પ્રેસવાર્તા દરમિયાન રેલ્વે રાજ્યમંત્રી દર્શના જારદૌસે પણ રેલ્વે કારખાનામાં ફાળવયેલા જુદા જુદા કામો અંગે માહિતગાર કર્યા હતા.ત્યારબાદ રેલ મંત્રી તેમજ રેલ રાજ્ય મંત્રી તથા રેલ્વે વિભાગના અન્ય સ્લગ્ન વિભાગના અધિકારીઓએ રેલ્વે કારખાનાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!