
રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં નિમિષાબેન સુથારની ઉપસ્થતિ:આદિવાસી સમાજમાં રોષ..
આદિવાસી સમાજના 36 જેટલાં આગેવાનો નજરકેદ તેમજ ડિટેઇન કરાયા..
પોલીસે આદિવાસી પરિવાર તેમજ રાજકીય પક્ષો ના 36 જેટલાં આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા..
દાહોદ તા.20
દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થતિમાં યોજાયેલા આદિજાતિ મહા સંમેલનમાં ગુજરાતનાં આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારના બોગસ પ્રમાણપત્ર મુદ્દે સોશિયલ મીડિયામાં વિરોધ થતા દાહોદ પોલીસે આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય પક્ષના 36 જેટલાં કાર્યકર્તાઓને નજર કેદ તેમજ ડિટેઇન કરાતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
દાહોદ ખાતે યોજાયેલા આદિજાતિ મહા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્તિથીમાં યોજાયો હતો. આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે દાહોદ વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ થતા વિવિધ એજેન્સીઓ કામે લાગી હતી.જે કાર્યક્રમ આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. તેમના બોગસ આદિજાતિના પ્રમાણ પત્ર મુદ્દે આદિવાસી સમાજમાં પહેલાથી જ રોષની લહેર જોવા મળી રહી છે.જોકે આ મામલે સમયાંતરે નિમિષાબેન સુથારનો આદિવાસી સમાજ દ્રારા વિરોધ પ્રદર્શન અને આદિવાસીના સમાજના વિવિધ સંગઠનો દ્રારા રાજ્ય તથા કેન્દ્રમાં પણ આવેદન પત્રો પાઠવવામાં આવ્યા છે.જે અન્વયે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોવાથી કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ના પડે તે માટે પોલીસ દ્રારા ઝાલોદ,સંજેલી ફતેપુરા,ચાકલીયા ધાનપુર,સુખસર,લીમખેડા,ગરબાડા સહીત તાલુકા મથકો પર આદિવાસી સમાજના અગ્રણીઓ કાર્યકર્તાઓ તેમજ રાજકીય પક્ષના આગેવાનો મળી 36 જેટલાં વ્યક્તિઓને નજર કેદ તેમજ ડિટેઇન કરવામાં આવ્યા હતા જેના કારણે આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી.