Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં વડાપ્રધાન મોદીની સભા પૂર્ણ થયા બાદ કલાકો સુધી ટ્રાફિકજામ:વાહનચાલકો અટવાયા,મોડી સાંજ સુધી વાહનોની લાઈનો લાગી..

April 20, 2022
        1481
દાહોદમાં વડાપ્રધાન મોદીની સભા પૂર્ણ થયા બાદ કલાકો સુધી ટ્રાફિકજામ:વાહનચાલકો અટવાયા,મોડી સાંજ સુધી વાહનોની લાઈનો લાગી..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

દાહોદ:વડાપ્રધાન મોદીની સભા પૂર્ણ થયા બાદ કલાકો સુધી ટ્રાફિકજામ:વાહનચાલકો અટવાયા: મોડી સાંજ સુધી વાહનોની લાઈનો લાગી..

પોલીસ તંત્ર વિમાસણમાં મુકાયું : મોડી સાંજ સુધી વાહનોની કતારો લાગી..

 સભા પૂર્ણ થયા બાદ એક સાથે જનમેદની પરત ફરતા આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગ્યો..

દાહોદ તા.20 

દાહોદમાં યોજાયેલા આદિજાતી સંમેલનમાં એસટી બસો,ખાનગી લકઝરી બસોમાં ખાનગી વાહનોમાં બે લાખથી વધુ જન મેદની ભેગી થઈ હતી.જેમાં કાર્યક્રમ બાદ આટલી મોટી સંખ્યામાં ભેગી થયેલી જનમેદનીને એક સાથે પરત ફરતી વેળાએ વિશાળ ચક્કાજામ થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના પગલે વાહન ચાલકો અટવાયા હતા. જેના પગલે પોલીસ પણ લાચાર જોવા મળી હતી. અને એક સામટે મોટી સંખ્યામાં વાહનો અટવાતા પોલીસ તંત્ર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

 

દાહોદ તાલુકાના ખરોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આદિજાતિ મહાસંમેલન યોજાયો હતો જેમાં. દાહોદ, વડોદરા મહીસાગર પંચમહાલ તેમજ છોટાઉદેપુર જીલ્લા માંથી 2800 જેટલી એસટી બસો, સાત હજારથી પણ વધુ ખાનગી વાહનોમાં બે લાખથી પણ વધુ જનમેદની ભેગી થઈ હતી. પીએમ પ્રોટોકોલ મુજબ દાહોદ હાઇવે 14 કલાક માટે બંધ કરી દેવાતા, તેમજ સભાસ્થળ ના આસપાસના આંતરિયાળ રસ્તાઓ પ્રતિબંધિત જાહેર કરી દેવાયા હતા. અને ફક્ત સભા માં ઉપસ્થિત જનમેદનીને ઉપરોક્ત માર્ગો પર આવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આટલી મોટી સંખ્યામાં ભેગી થયેલી જનમેદની એક સાથે પરત ફરતા ભયંકર અરાજકતા ફેલાઈ જવા પામી હતી. એકસાથે જનમેદની વાહનોમાં પરત ફરતાં સભા સ્થળ થી દાહોદ સુધી અંદાજે 8 કિલોમીટર લાંબો ટ્રાફિકનો ચક્કાજામ થવા પામ્યો હતો. જે મોડી સાંજ સુધી પણ ચાલુ રહ્યો હતો. એક સાથે વાહનો પરત ફરતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના પગલે પોલીસ તંત્ર પણ આટલી મોટી જનમેદનીના કારણે સર્જાયેલા ટ્રાફિક જામના લીધે વિમાસણમાં મુકાઇ ગઇ હતી. પોલીસ તંત્ર મોડી રાત સુધી ટ્રાફિક ક્લિયર કરવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા મેદનીને ભેગી કરવા માટે જે રીતે સુચારું આયોજન કર્યું હતું. તે જ પ્રકારે તેઓને પરત ફરવા માટે સુચારુ આયોજન કર્યું હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાઈ હોત તેવું જનમાનસમાં ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!