Thursday, 18/04/2024
Dark Mode

દાહોદમાં બિરસા મુંડા ભવન દાહોદનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

April 15, 2022
        802
દાહોદમાં બિરસા મુંડા ભવન દાહોદનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

રાજેશ વસાવે :- દાહોદ 

 

દાહોદમાં બિરસા મુંડા ભવન દાહોદનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

 

દાહોદ તા.15

 

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજની લાહ, નોતરું, ચાંદલાની પરંપરાના ઉપયોગથી તૈયાર થયેલ બિરસા મુંડા ભવન દાહોદ નો લોકાર્પણ કાર્યક્રમ તારીખ 17/04/2022ના રોજ યોજાશે. ત્રણે જિલ્લાના આદિવાસી સમુદાયના હાલના અને માજી, સરપંચ થી સાંસદ સુધીના લોકપ્રતિનિધિઓ અને રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.જેમાં સમાજના આઇ. એ.એસ./આઈ. પી.એસ.અધિકારીઓ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનું સન્માન કરવામાં આવશે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. તારીખ 09 ઓગષ્ટ 2020ના રોજ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા ભવન કાર્યકારી નિર્માણ સમિતિના કન્વિનર, નિવૃત્ત આઈ. પી.એસ, શ્રી વી.એમ.પારગી સાહેબ, સહકન્વીનરો ડૉ. કે.આર. ડામોર સાહેબ અને નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી સી.આર. સંગાડા સાહેબના માર્ગદર્શન હેઠળ ભવન લોકાર્પણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્રણે જિલ્લાના આદિવાસી સમાજજનોમાં અનન્ય ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!