
સુમિત વણઝારા
દાહોદ તાલુકાના ખરેડી ગામે ત્રણ જુદી જુદી જગ્યાએ સાગમટે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા:8.33 લાખનો મુદ્દામાલ કબ્જે, કુલ 6 સામે ગુનો નોંધાયો
દાહોદ તા.15
દાહોદ તાલુકાના ખરેડી ગામે ચા નાસ્તો તથા પાન બીડી ની દુકાન તથા તે દુકાન
થી થોડે દુર એક ફેક્ટરીની દીવાલને અડીને આવેલા મોટા ખાડામાં તેમજ નાની રાણાપુર ગામે એક રહેણાંક મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમે સાગમટે ઓચીંતી રેડ પાડી બે જણાની અટક કરી રૂપિયા 2.30 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ, દારૂ વેચાણ ની રોકડ બે મોબાઇલ તથા ચાર ટુ વ્હીલર વાહન તેમજ રૂપિયા 4.57 લાખની કિંમતના ચાંદીના તાર ના બોક્સ નંગ ૧૪ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી રૂપિયા 8,33,290/- નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઇ દાહોદ તાલુકા પોલીસને સુપરત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીને આધારે પેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે તારીખ 13- 4 -2022 ના રોજ બપોરના બે વાગ્યાથી બીજે દિવસે તારીખ 14- 4 -2022 ના રોજ સવારના 10:30 વાગ્યા ના આ સમયગાળા દરમિયાન દાહોદ તાલુકાના ખરેડી ગામે મેગા જીઆઈડીસી માં અમીન એગ્રો દારૂની ફેક્ટરી પાસે આવેલ ચા નાસ્તો તથા પાન બીડી મસાલાની દુકાનમાં તથા બે વાહનોમાં તેમજ તે દુકાન થી 100 મીટર ના અંતરે આવેલ પથ્થર પાવડર ની ફેક્ટરી ની દીવાલને અડીને આવેલ મોટા ખાડામાં તથા નાની રાણપુર ગામના મહેંદી ફળિયામાં ટેકરા ઉપર આવેલ દારૂનો ધંધો કરતા બુટલેગર એમાન પારસીંગ હઠીલાના કબજા ભોગવટા ના મકાનમાં ઓચિંતા પ્રોહિ દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા2,30,050/- નિકુલ કિંમત ની પ્લાસ્ટિક તેમજ કાચની નાની મોટી બોટલ નંગ 1613 તથા દારૂ વેચાણના રૂપિયા20,640/- ની રોકડ તથા અંગજડતી ના રોકડા રૂપિયા600/- મળી કુલ રોકડ રૂપિયા21,240/- તથા રૂપિયા 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન તથા એક લાખ પંદર હજારની કિંમતના ચાર ટુ વ્હીલર વાહન તેમજ રૂપિયા 4,57,000/- ની કુલ કિંમતના 7215 ગ્રામ કુલ વજનના ચાંદીના તાર ના બંડલ નંગ ૧૪ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી રૂપિયા8,33,290/- નો મુદ્દામાલ ઝડપી પાડી દાહોદ તાલુકા પોલીસને સુપરત કરી આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રેડ દરમિયાન પકડાયેલ નાની રાણપુર ગામના મહેંદી ફળિયા ટેકરા ઉપર રહેતા એમાન પારસીંગ હઠીલા તથા ભાટીવાડા ગામના દારૂ લેવા આવનાર ગ્રાહક પ્રતાપભાઈ પ્રેમચંદભાઈ રસુઆત( ભરવાડ ) તેમજ નાસી ગયેલ ગોમાન ઉર્ફે ગુમાન પારસીંગ હઠીલા, દારૂનો જથ્થો મોકલી આપનાર મધ્યપ્રદેશના પીડીયા રત્ના સંગોડ દારૂનો જથ્થો મોટરસાયકલ પર આપી જનાર તથા દારૂ લઇ નાસી જનાર એક ગ્રાહક મળી કુલ છ જણા વિરુદ્ધ પ્રોહીબીશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.