Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના કતવારા ગામે સ્ટેટ વિજિલન્સના દરોડાથી બુટલેગરોમાં નાસભાગ:3,38,115 કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે, 19 સામે ગુનો નોંધાયો..

April 4, 2022
        483
દાહોદ તાલુકાના કતવારા ગામે સ્ટેટ વિજિલન્સના દરોડાથી બુટલેગરોમાં નાસભાગ:3,38,115 કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે, 19 સામે ગુનો નોંધાયો..

રાજેશ વસાવે :- દાહોદ 

 

દાહોદ તાલુકાના કતવારા ગામે સ્ટેટ વિજિલન્સના દરોડાથી બુટલેગરોમાં નાસભાગ:3,38,115 કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે, 19 સામે ગુનો નોંધાયો..

દાહોદ તા.04

 

દાહોદ તાલુકાના કતવારા ગામેથી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પોતાને મળેલી બાતમીને આધારે એક મકાનમાં ઓચીંતી પ્રોહી રેડ પાડી રૂપિયા ૨.૭૬ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો તેમજ રોકડ તથા નવ જેટલા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા3,38,115/- ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 14 જણાની અટક કરી ફરી એકવાર કતવારા પોલીસ ને ઊંઘતી ઝડપી પાડ્યા નું જાણવા મળ્યું છે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ને પ્રોહી અંગેની મળેલી બાતમીને આધારે દાહોદ તાલુકા ના કતવારા ગામે નિનામાં ફળિયામાં ઓચિંતી પ્રોહી રેડ પાડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને ભારે નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂપિયા 2,76,045/- નિકુલ કિંમતના વિદેશી દારૂ બિયરની નાની મોટી બોટલો તથા ટીન મળી કુલ નંગ 2605 પકડી પાડી દારૂના વેચાણ ના તથા પકડાયેલા આરોપીઓની અંગ ઝડતી ના મળી કુલ રૂપિયા 3 5 ,570/- ની રોકડ તથા રૂપિયા 25,600/-ની કિંમતના નવ જેટલા મોબાઇલ ફોન મળી રૂપિયા3,38,115/- નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઇ સ્થળ પરથી પોલીસે જોર સિંગ ભાઈ બારીયા સંદીપભાઈ બારીયા ગોરધનભાઈ મખોડીયા ભારતીબેન મખોડીયા રાજુભાઈ અમલીયાર મિથુન ભાઈ અમલીયાર કનેશ ભાઈ અમલીયાર તેરસીંગ ભાઈ ગુંદીયા રમસુ ભાઈ ગુંદીયા જવલાભાઈ ગરવાલ મહેશભાઈ માવી સમસુ ભાઈ મેડા બદિયા ભાઈ ભાભોર તેમજ નબળા ભાઈ હઠીલા વગેરેની અટકાયત કરી હતી જ્યારે પ્રવીણ કસના મખોડીયા અરવિંદ કસના મખોડીયા, અમિત અરવિંદ મખોડીયા, તથા નટુ મેડા પોલીસને ચકમો આપી નાસી ગયા હતા આ સંબંધે પોલીસે અટકાયત કરેલા નાસી ગયેલા તેમજ દારૂનો જથ્થો મોકલનાર વગેરે મળી કુલ 19 જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!