Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ: કોન્ટ્રાક્ટર દ્વારા ઓછો પગાર કરતો હોવાના આક્ષેપો સાથે રેલવે સફાઇ કર્મીઓ હડતાલ પર ઉતર્યા

February 23, 2022
        814
દાહોદ: કોન્ટ્રાક્ટર દ્વારા ઓછો પગાર કરતો હોવાના આક્ષેપો સાથે રેલવે સફાઇ કર્મીઓ હડતાલ પર ઉતર્યા

દાહોદ રેલ્વે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા

કોન્ટ્રાક્ટર દવારા ઓછો પગાર અપાતો હોવાના પગલે હડતાલ ઉપર ઉતર્યા

રેલ્વે સફાઈ કમઁચારીઓને માસીક 13,110 ના બદલે કોન્ટ્રાક્ટર દવારા 5100 રુપીયા ચુકવવામા આવતા હોવાનો સફાઈ કર્મીઓનો આક્ષેપ

રેલ્વે સ્ટેશન બહાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નારા લગાવી સફાઈ કર્મચારીઓ ઉતર્યા હડતાલ ઉપર

રેલ્વે સ્ટેશન તથા આસપાસ સફાઈ કમઁચારીઓ હડતાલ ઉપર ઉતરતા ગંદકી ના ઢગલા જોવા મળ્યા

દાહોદના રેલ્વે સ્ટેશન સફાઈ કર્મીઓની હડતાલનો આજે પાંચમો દિવસ:૨૫ જેટલાં સફાઈ કર્મીઓઓએ કોન્ટ્રાક્ટર હાય હાય ના મારી વિરોધ દર્શાવ્યો hato

દાહોદ તા.23

દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફાર્મ અને રેલ્વેની હદમાં સાફ સફાઈ કરતા સફાઈ કર્મીઓની પગાર વધારાની માંગને લઈને સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે રેલ્વે સ્ટેશન પરિસરમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે સફાઈ કર્મીઓ પોતાની પગાર વધારાની માંગને લઈને હડતાલ પર ઉતરી જતા તેમને રેલ્વે સ્ટેશન બહાર હાય હાયના નારા મારી વિરોધ દર્શાવ્યો હતો તેમને જણાવ્યું હતુંકે છેલ્લા કેટલાક સમયથી અમારી પડતર માંગો સ્વીકારવામાં આવતી નથી જેમાં મુખ્ય માંગ તેમની પગાર વધારાની છે જેમાં તેમને મહિનાના 5100 રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ રેલ્વે પરિસરમાં સફાઈ કર્મીનો પગાર એક દિવસના 437 રૂપિયા લખેલો બોર્ડ મારવામાં આવ્યો છે તેને લઈને પણ વિરોધ દર્શાવ્યો હતો જેમાં તેમને સરકાર એક દિવસના 437 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે પરંતુ એજન્સી દ્રારા તેમને મહિને 5100 રૂપિયાનું ચુકવણું થતા પગાર વધારાની માંગને લઈને હડતાલ પર ઉતર્યા હતા જેને લઈને રેલ્વે પરિસર માં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!