દક્ષેશ ચૌહાણ ઝાલોદ
*ગોવિંદ ગુરુ લીમડી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી જી એમ લોડલિયા ની અધ્યક્ષતામાં યોજાયો*
*અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ લાવતાં દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી જી એમ લોડલિયા*
*પ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યા*
દાહોદ તા. ૨૯
ગોવિંદ ગુરુ લીમડી મામલતદાર કચેરી ખાતે દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી જી એમ લોડલિયા ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ 1 ના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી જી એમ લોડલિયાએ ગોવિંદ ગુરુ લીમડીની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 02 અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પણ દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો.
દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી જી એમ લોડલિયાએ અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ લીમડી મામલતદારશ્રી બી એસ ડીંડોર, સહિત તમામ ડીપાર્ટમેન્ટ ના અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા*