બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ જિલ્લાની 25 વર્ષીય યુવતીને ઈન્સ્ટાગ્રામથી પ્રેમ પાંગરતા બિહારની 17 વર્ષીય સગીરા ભાગી ગુજરાત આવી!..?*
*બિહારની સગીરા પરિવાર સાથે રાજસ્થાનમાં મજૂરીકામે આવેલ ત્યાંથી સીધી દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ગામડામાંની યુવતીના ઘરે આવી..!*
*રાજસ્થાનથી ભાગેલી સગીરાની માતાએ રાજસ્થાનના જોધપુર રૂરલ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ નંબરના આધારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી*
*જોધપુરની પોલીસ સુખસર પોલીસ સ્ટેશનમાં આવી સગીરાનો કબજો મેળવી સુખસર તાલુકાની યુવતીની ધરપકડ કરી રાજસ્થાન રવાના થઈ*
સુખસર,તા.18
જીવ માત્ર ને પ્રેમ થાય તે સ્વાભાવિક બાબત છે.પ્રેમ નથી જોતો નાત,જાત,ભેદભાવ અને ઉંમર તેથીજ કહેવાય છે કે પ્રેમ આંધળો છે.પ્રેમ માતા-પિતા,પતિ-પત્ની,સગા-સંબંધી, સ્નેહી મિત્રો વચ્ચે હોય તો મોટાભાગના દુઃખો આપોઆપ દૂર થઈ જતા હોય છે.પરંતુ અહીંયાંતો દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના છેવાડા ગામડાની પુખ્ત ઉંમરની યુવતીને મૂળ બિહારની વતની એક સગીર કિશોરી સાથે ઇન્સ્ટાગ્રામથી પ્રેમ સંબંધ બંધાતા બિહારી સગીરા સુખસર તાલુકાના છેવાડાના ગામડામાં રહેતી યુવતીના ઘરે આવી પહોંચી હતી.ત્યારે આ કિસ્સો મોબાઈલનો ઉપયોગ નહીં પરંતુ ઉપભોગ કરતા લોકો માટે લાલ બત્તી સમાન વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના એક ગામડાની 25 વર્ષીય કાનન (નામ બદલેલ છે) નામની કુવારી યુવતી છેલ્લા એક વર્ષથી ઇન્સ્ટાગ્રામ દ્વારા ચકનગરી,ચંપારણ જિલ્લા બિહાર રાજ્યની એક 17 વર્ષીય સગીરા સાથે વાતચીત કરતી આવેલ હતી.અને સમય જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા નિયમિત ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરતી હતી.જ્યારે આ બિહારી સગીરા તેના પરિવાર સાથે રાજસ્થાનના જોધપુર ખાતે તેના પરિવાર સાથે મજૂરીકામે આવેલ હતી. જેની જાણ કાનનને થતા કાનન પણ ગુજરાતમાં બહારગામ મજૂરીકામ કરવા ગયેલ હતી.ત્યાંથી આ ગુજરાતી યુવતી ભાડાની ગાડી લઈ રાજસ્થાનના જોધપુર ખાતે જ્યાં બિહારી યુવતી મજૂરી કામ કરતી હતી ત્યાં પહોંચી ગઈ હતી.ત્યારે રાજસ્થાન પોલીસે ગુજરાત પાર્સિંગની ગાડી જોતા ગુજરાતી યુવતીની પૂછપરછ કરી હતી.ત્યારે બિહારી યુવતી રાજસ્થાનના જોધપુર ખાતે મજૂર કામે આવેલ સગીરા પોતાની બહેનપણી હોઈ મળવા માટે આવેલ હોવાનું જણાવી છૂટી ગઈ હતી.ત્યારબાદ ગુજરાતી તથા બિહારી યુવતીને એક બીજા વિના રહી શકાય નહીં તેમ જણાતા નિયમિત મોબાઇલથી કોન્ટેક્ટ કરી બિહારી યુવતી 9 ઓગસ્ટ-2025 ના રોજ સુખસર તાલુકાની યુવતીના ઘરે આવી પહોંચી હતી.અને આઠેક દિવસ સુધી આ બિહારી સગીરા કાનનના ઘરે સાથે રહેતી હતી.જેથી સરપંચ દ્વારા સગીરા સહિત કાનનને સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ માટે લવાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ બંને છોકરીઓએ સાથે રહી જિંદગી વિતાવવાની જુબાની આપી હતી.તેમજ કાનન તથા બિહારી સગીરાને અલગ પડાશે તો સ્યુસાઇડ કરવાની કાનન દ્વારા સુખસર પોલીસ સમક્ષ ધમકી ઉચ્ચારી હતી.
જ્યારે કાનનને તેના ઘરના સભ્યોએ પૂછતા બિહારી છોકરી પોતાની બહેનપણી હોવાનું અને તેને પોતાના ઘરમાં પોતા પાસે રાખવાની હોવાનું જણાવેલ.જ્યારે બિહારી યુવતીને પૂછતા તેણીએ પણ કાનન સાથે રહેવા જણાવેલ.જ્યારે બીજી બાજુ બિહારી સગીરાની માતાએ 10 ઓગસ્ટ-2025 ના રોજ જોધપુર રૂરલમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,પોતાની સગીર પુત્રી ઉપર જે નંબરથી કોન્ટેક્ટ ચાલુ હતા તે નંબર આપી પોતાની પુત્રીને આ મોબાઈલ ધારક લઈ ગયેલ હોવાનું જણાવતા જોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બી.એન.એસ 2023 ની કલમ 137 (2) મુજબ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી હતી.મોબાઈલ નંબરના આધારે જોધપુર પોલીસ દ્વારા તપાસ કરાતા બિહારી સગીરા સુખસર તાલુકાના એક ગામડામાં હોવાની જાણ થતા જોધપુર પોલીસ આજરોજ સવારના કાનના ઘરે પહોંચી ગઈ હતી.અને સગીરાનો કબજો મેળવી કાનનને સુખસર પોલીસ સ્ટેશનમાં સાથે લાવી કાયદેસરની કાર્યવાહી બાદ બિહારી સગીરાનો કબજો મેળવી કાનની ધરપકડ કરી કાનનને જોધપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.