
રાજેશ વસાવે :- દાહોદ
ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સહકારી સંઘમાંથી બે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા..
દાહોદ એપીએમસી ચૂંટણીને લઈ મારે રસાકસી, ભાજપના ત્રણ સભ્યોનો બળવો
એપીએમસીના ઇલેક્શનમાં વેપારી માંથી ચાર ખેડૂતમાંથી 18 મળી 24 ઉમેદવારો મેદાનમાં…
દાહોદ તા. ૧૦
દાહોદની એપીએમસીની ચુંટણીનો માહૌલમાં ગરમાવા સાથે રસાકસીનો માહૌલ જોવા મળી રહ્યો છે. આજરોજ ઉમેદવારી પત્રો ખેંચવાની અંતિમ તારીખે માહૌલ ભારે ગરમાયો હતો ત્યારે બે ઉમેદવારો બીન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં તો બીજી તરફ ભાજપના ત્રણ ઉમેદવારોએ બળવો કરતાં માહૌલ ગરમાયો છે.હવે ખેડુત મંડળીમાં ૧૮ અને વેપારી મંડળમાં ૦૬ ઉમેદવારો મળી કુલ ૨૪ ઉમેદવારો મેદાનમાં છે.
દાહોદની એપીએમસીની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમતેમજ ચુંટણીમાં નવા વળાંક સામે આવી રહ્યાં છે. એપીએમસીની ચુંટણીમાં અગાઉથી બળાવાના એંધાણો વર્તાઈ રહ્યાં હતાં ત્યારે આજરોજ ઉમેદવારી પત્રો ખેંચવાની અંતિમ તારીખે માહૌલ ગરમાયો હતો જેમાં ખેડુત મંડળીના ઉમેદવારોમાંથી ૦૪ ફોર્મ ખેંચાતા ૧૮ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે તો વેપારી મંડળમાં ૦૮ ફોર્મ ખેંચાતા ૦૬ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે બીજી તરફ ભાજપના ખેડુત મંડળીમાંથી મનુભાઈ માવી અને નગરસિંહ પલાસે તેમજ વેપારી મંડળમાં કમલેશ રાઠીએ બળવો કરતાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. બીજી તરફ આ એપીએમસીની ચુંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે જેમાં હરેન્દ્રસિંહ નાયક અને વજેસિંહ પણદા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર જાહેર થયાં છે. જોકે સહકારી સંઘમાંથી દાહોદના ધારાસભ્ય કરેલા કિશોરીના બાપુજી બચુભાઈ કિશોરી તેમજ મેળા બાબુભાઈ રામજીભાઈ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. હવે આગામી ૧૭મી ઓક્ટોમ્બરના રોજ મતદાન અને બીજા દિવસે એટલે કે, તારીખ ૧૮મી ઓક્ટોમ્બરના રોજ મતગણતરી થનાર છે.
ખેડુત મંડળીના ઉમેદવારોની યાદી..
(૧) પણદા વજેસિંગભાઈ પારસિંગભાઈ
(૨) મેડા નિકુંજકુમાર કલસિંગભાઈ
(૩) પરમાર વિજયભાઈ રૂમાલભાઈ
(૪) નાયક હરેન્દ્રસિંહ ગરવરસિંહ
(૫) ધોતી મુકેશકુમાર દેવાભાઈ
(૬) ભાભોર મહેન્દ્રભાઈ રમેશભાઈ
(૭) બાકલ્યા ગોવિંદસિંહ બાબુસિંહ
(૮) બારીયા રમેશભાઈ ચુનિયાભાઈ
(૯) હઠીલા બાબુભાઈ નન્સુભાઈ
(૧૦) પલાસ નગરસિંહ કસનાભાઈ
(૧૧) ડામોર ઝીથરાભાઈ ભુરાભાઈ
(૧૨) સોલંકી ભરતસિંહ વજેસિંહ
(૧૩) ભાભોર અમરસિંગભાઈ નારસિંગભાઈ
(૧૪) નાયક સુરેન્દ્રસિંહ ઉદેસિંહ
(૧૫) ભાભોર બાબુભાઈ મલાભાઈ
(૧૬) માવી મનુભાઈ નાથાભાઈ
(૧૭) કિશોરી કનૈયાલાલ બચુભાઈ
(૧૮) હઠીલા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ
વેપારી મંડળના ઉમેદવારો
(૧) ભાભરાવાલા હુસેની અલીહુસેનભાઈ
(૨) રાઠી કમલેશકુમાર માંગીલાલ
(૩) અગ્રવાલ અજય બાબુલાલ
(૪) ખંડેલવાલ કૈલાશચંદ્ર મુક્તિલાલ
(૫) રાવત બુરહાન મનસુરભાઈ
(૬) શાહ શ્રીકાંત ચંદ્રકાંત