
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે રાજ્ય બહારના તેમજ જિલ્લા બહારના દારૂના ગુનામાં 5 મહિનાથી નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યા .
દાહોદ તા. ૭
દાહોદ જિલ્લા એસપી રવિરાજસિંહ જાડેજા તેમજ ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા જરૂરી સલાહ અને સૂચનો આપ્યા હતા જે સંદર્ભે ગરબાડા પોલીસ મથકના પી.આઇ એસ.એમ રાદડિયા એસ. એમ રાદડિયા તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. જેમાં ગરબાડા પોલીસે ગરબાડા બજાર માંથી પ્રોહીબિશન ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી રાજ્ય બહાર તેમજ જિલ્લા બહારના નાસતા ફરતા આરોપી રાજેશભાઈ ઉર્ફે પપ્પુભાઈ ચેલાભાઈ પારગી તેમજ લખાભાઇ ઉર્ફે લક્ષ્મણભાઈ મગનભાઈ બિલવાલ ને ઝડપી પાડ્યા હતા અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.