
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ એપીએમસીની ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ, 19 બેઠકો માટે 61 ફોર્મ ભરાયા..
દાહોદ તા.06
દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનો કાઉન્ટ ડાઉન આજથી શરૂ થઈ ગયું છે જેમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાની તારીખ હતી જેમાં કુલ 19 બેઠકોમાં કુલ 61 ઉમેદવારી પત્રો ભર્યા છે.
દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને લઇ ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આજરોજ ઉમેદવારી ભરવાની તારીખ હોય ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો.આ ચૂંટણીમાં કુલ 19 બેઠકો છે જેમાં ખેડૂત વિભાગમાં 10, વેપારી વિભાગમાં 4 સંઘ વિભાગમાં, સરકારી વિભાગમાં ત્રણ, dr વિભાગમાં એક, ખેતીવાડી અધિકારીમાં, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકા માટે એક એમ કુલ 19 બેઠકોનો સમાવેશ થાય છે.જેમાં ખેડૂત મતદારોમાં 525, વેપારી વર્ગમાં 123 અને સંઘમાં 138 મતદારોનો સમાવેશ થાય છે. આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના દિવસે વેપારી વર્ગમાંથી 26 ફોર્મ, ખેડૂતમાંથી 36 ફોર્મ, સંઘમાંથી ચાર ફોર્મ ભરાયા હતા. તારીખ 7 ઓક્ટોબર ના રોજ ઉમેદવારી પત્ર ચકાસવાની તારીખ છે. ત્યારબાદ 10 ઓક્ટોમ્બરે ઉમેદવારી પત્ર પર જ ખેંચવાની તારીખ, અને ત્યારબાદ તારીખ 17 મી ઓક્ટોબરના રોજ મતદાન અને તેના બીજા દિવસે એટલે કે 18 ઓક્ટોબરના દિવસે મધ ગણતરી થનાર છે.