Saturday, 21/06/2025
Dark Mode

ટ્રેકટર સરખું ચલાવ,નહીં તો અકસ્માત કરી કોઈને નુકસાન પહોંચાડશે માત્ર એટલું કહેવા પર ઢોરમાર મારી હત્યા કરનાર માથાભારે ઈસમો વિરુદ્ધ આદિવાસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી.

May 11, 2025
        1779

નવસારી તા. ૧૧

ટ્રેકટર સરખું ચલાવ,નહીં તો અકસ્માત કરી કોઈને નુકસાન પહોંચાડશે માત્ર એટલું કહેવા પર ઢોરમાર મારી હત્યા કરનાર માથાભારે ઈસમો વિરુદ્ધ આદિવાસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી.

ગત 7 મે ના સુરતના પલસણાના ગંગાધરા-કારેલી ગામમાં ટ્રેક્ટર કાયમી બેફામ ચલાવી રાહદારી લોકોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરતા લબરમૂછીયા 18 વર્ષીય યુવકને લોકોની ગામના લોકોની ફરિયાદ પર ગામના આગેવાન દ્વારા ટ્રેક્ટર સરખું ચલાવ એવી સલાહ આપતા મનદુઃખ રાખી માથાભારે ઈસમોએ ગામના સમાધાન વાતચીતના બહાને ગામની બહાર બોલાવી ધોકાઘડી કરી આશરે 25 જેટલાં માણસો દ્વારા હસમુખ ઢોડિયા અને એના પુત્ર પર તૂટી પડતા હસમુખ ઢોડિયાનું સરદાર હોસ્પિટલ બારડોલીમાં ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું

ટ્રેકટર સરખું ચલાવ,નહીં તો અકસ્માત કરી કોઈને નુકસાન પહોંચાડશે માત્ર એટલું કહેવા પર ઢોરમાર મારી હત્યા કરનાર માથાભારે ઈસમો વિરુદ્ધ આદિવાસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી.

અને એના પુત્ર તેમજ તેને બચાવવાં આવેલા મિત્રને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બાબતે આદિવાસી સમાજમાં ભારે આક્રોશની લાગણી પ્રસરી હતી.જેને લઈને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને હત્યારા ઈસમોને કડકમાં કડક સજા થાય એવી માંગ કરી હતી.સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,યુવા ટાઇગર સેના અઘ્યક્ષ મનીષ શેઠ,શિરીષ ચૌધરી,શિવમ વસાવા,નિલેશભાઈ રાઠોડ, વિશાલભાઈ વસાવા,નિખિલભાઇ ચૌધરી,ચેતનભાઇ ધોડિયા, સુનિલભાઈ વસાવા સહિતના આગેવાનોએ પરિવારજનોની ઘરે મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.

ત્યારે સામાજિક આગેવાનો આવ્યા હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ જ્ઞાતિના ગ્રામજનોએ માલધારી ભરવાડના કેટલાંક અસામાજિક તત્ત્વો જેલોકો ગેરકાયદેસર રીતે ગામમાં વસી ઢોર ખુલ્લા મુકી ગેરકાયદેસર રીતે વિજકનેકશન અને પાણી કનેકશન લઇ પરેશાન કરતા ગુંડાઓ વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મૃતકના બહેન અને કેટલીક મહિલાઓએ આરોપી પરિવારની કુટુંબીજન મહિલાએ સારુ થયું મરી ગયો એવું વાક્ય અશ્લીલ ભાષામાં બોલીને મૃતકના મોતનો પણ મલાજો જાળવ્યો ન હતો.સરપંચ કશિષબેન ફારૂકભાઈએ પણ આ અસામાજિક ગુંડા તત્વોના આતંકથી આખુ ગામ પરેશાન હોવાની વેદનાને સહમતિ આપી હતી.

તેમજ હવે આવા ગુંડાઓના કૃત્યો વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.ત્યારબાદ સામાજિક આગેવાનો આ કેસની તપાસ કરી રહેલ ડીવાયએસપી એસસી-એસટી સેલ,બારડોલી એચ.એલ.રાઠોડ પાસે પોલિસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી રહેલ છે કે નહીં તેની તપાસ કરવા બારડોલી ગયેલ ત્યાં ડીવાયએસપી,એસસી-એસટી સેલ કોર્ટમાં ઉપસ્થિત નહીં હોવાથી ટેલિફોનિક વાતચીત કરેલ જેમાં ડીવાયએસપી એસસી-એસટી સેલ,બારડોલી દ્વારા કોઈપણ હત્યારાને બક્ષવામાં નહીં આવે અને કડકમાં કડક કાયદાકીય સજા મળે એવા પ્રયત્નો કરીશું.તેમજ ગ્રામજનોને આ ગુંડાઓના આતંકમાંથી મુક્ત કરાવવાની ત્વરિત ધોરણે કાયદાકીય કાર્યવાહી કરવાની બાંહેધારી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!