Monday, 19/05/2025
Dark Mode

દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર ધડાકા સાથે આગ લાગી, વીજ પુરવઠો ખોરવાયો…

April 22, 2025
        6030
દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર ધડાકા સાથે આગ લાગી, વીજ પુરવઠો ખોરવાયો…

દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર ધડાકા સાથે આગ લાગી, વીજ પુરવઠો ખોરવાયો…

દેવગઢ બારીયા તા. 22

દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે વીજ વાયરો સળગી ઉઠતા પાપડી તેમજ આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે અંધારપટ છવાયો હતો. આ ઘટના મધ્યરાત્રીએ બનતા વિસ્તારના લોકો બહાર દોડી આવ્યા હતા. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગને ઓલવી દેવામાં આવી હતી.

  દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં ગઈકાલે મધ્યરાત્રિએ પ્રાથમિક શાળા પાસે આવેલા જીઇબીના ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતાં વીજ વાયરોમાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે કાપડી વિસ્તારમાં અંધારપટ થતા સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા. દરમિયાન ઘટનાની જાણ દેવગઢ બારીયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર બિગડે પાણીનો છટકાવ કરી આગ ઓલવી દીધી હતી. મધ્યરાત્રીએ બનેલી ઘટનામાં રાજભર બીજ પુરવઠો બંધ રહેતા લોકોને હાલાકી પડી હતી. જોકે આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના અગાઉ પણ બનેલ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!