
રાજેશ વસાવે :- દાહોદ
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ તાલુકા દ્વારા તીઘરા,ભાણજી ફળીયા ગામમાં આયોજિત આદિવાસી એકતા કપ-2025માં અંડરગોટાની ટીમ વિજેતા.
વલસાડ તા. 31
છેલ્લા કેટલાય સમયથી સોસીયલ મીડિયાના વધી રહેલા બહોળા વપરાશથી આદિવાસી સમાજમાં એકતા અને જનજાગૃતિનું પ્રમાણ વધી રહ્યું છે.આદિવાસી સમાજમાં જનજાગૃતિ અને યુવાનોમાં શારીરિક આરોગ્ય પ્રત્યે સભાનતા વધારવા માટે તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ,માજી સરપંચ છનાભાઈ પટેલ,ભરતભાઈ પટેલ,સાવન પટેલ,રાકેશ પટેલ,ઉમેશ પટેલ,સંદીપભાઈ પટેલ,દિવ્યેશ પટેલ,દશરથ રાઠોડ,પ્રવિણ પટેલ,રાજ પટેલ,રવિ પટેલ સહિતના યુવાનો અને વડીલો દ્વારા સૌપ્રથમવાર તીઘરા,ધનોરી,અંડરગોટા,ભાણજી ફળીયા અને ચોબડીયા એમ 5 ગામોના યુવાનો માટે આદિવાસી એકતા કપ-2025 નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને માંડવીના સોસીયલ મીડિયા ઇન્ફલુએન્સર મનીષ શેઠ તેમજ અંદરગોટા ગામના સરપંચ સંદીપભાઈ,ભાણજી ફળીયા સરપંચ દિનેશભાઇ,ચોબડીયા સરપંચ નયનભાઈ,ધનોરી સરપંચ ચિરાગભાઈ,તેમજ ભાણજી ફળીયાના માજી સરપંચ તેમજ નિરલ પટેલ,હેમંત પટેલ,તરુણ પટેલ હાજર રહેલ હતાં.5 ગામોની 12 ટીમો વચ્ચે રમાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ ધનોરી અને અંડરગોટાની ટીમ વચ્ચે રમાયેલ હતી જે જોરદાર હાઈવોલ્ટેજ બની હતી અને અંડરગોટાની ટીમ છેલ્લા બોલે વિજેતા બની હતી.આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને તમામ મહાનુભાવોએ સમાજ અને દેશ માટે એક થવાની હાકલ કરી હતી તેમજ સમગ્ર ટુર્નામેન્ટમાં તમામ પક્ષના આગેવાનોએ કોઈપણ પ્રકારની પક્ષાપક્ષી દાખવ્યા વગર યુવાનો સાથે ભેગા મળીને ક્રિકેટની મજા માણી હતી.