
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં ચિત્રોડીયા ખાતે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધારીયાએ પૂર્વ ધારાસભ્યશ્રી ભાવેશભાઈ કટારા સાથે મુલાકાત કરી
દાહોદ તા. 26
દાહોદ જિલ્લાના ભાજપનાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધારિયા ચાર્જ સંભાળતાની સાથે જ દાહોદ જિલ્લાના વિવિધ મોરચા સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ત્યાર બાદ દાહોદ જિલ્લાનાં વિવિધ તાલુકાઓના નેતાઓની મુલાકાત કાર્યક્રમ ચાલુ કર્યો છે. જેમાં ભાજપ ના હોદ્દેદારો અને આગેવાનોનેની દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલ ભાઈ ધારિયા મુલાકાત લઈ રહ્યા છે. જેના ભાગરૂપે ઝાલોદ તાલુકાનાં ચિત્રોડીયા ખાતે ભાજપનાં જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલ ધારિયાએ મુલાકાત લીધી હતી. તેમાં ઝાલોદના પૂર્વ ધારાસભ્યશ્રી ભાવેશભાઈ કટારાએ ભાજપ પ્રમુખનું આદિવાસી સંસ્કૃતિ પરમ્પરા થી કોટી અને ભર્યું પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકાના ભાજપ પ્રમુખ સુરેશભાઈ ભાભોર, જિલ્લા સભ્ય સુરેશભાઈ કટારા, તાલુકા સભ્ય સતિષભાઈ અને પાલિકાનાં કાઉન્સિલર અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તમાંમ દ્વારા દાહોદ જિલ્લાનાં ભાજપ પ્રમુખનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.