Sunday, 01/06/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*

March 19, 2025
        3530
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*

*સુખસર પોલીસ દ્વારા વિસ્તારમાં ઘર ફોડ ચોરી,શરીર સંબંધી,પ્રોહી,જુગાર તથા વ્યાજ ખોરીના તેમજ વીજ ચોરીના ગુનાઓ જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું*

સુખસર,તા.19 

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*

   ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી શ્રી વિકાસ સહાય IPS પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી,ગુજરાત રાજ્ય,ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજીક તત્વો વિરૂધ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હતી.જે અન્વયે પોલીસ મહા નિરીક્ષકશ્રી આર.વી.અસારી,પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદિપસિંહ ઝાલા,નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદ શ્રી ડી.આર.પટેલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ-ચોરી, શરીર સબંધી પ્રોહી જુગાર તથા વ્યાજખોરીના ગુન્હાઓ આચરવાની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ અસામાજીક તત્વોનુ લીસ્ટ તૈયાર કરી તેઓના ગેરકાયદેસર બાંધકામ/દબાણ તથા વીજચોરી વિગેરે સબંધે કાર્યવાહી કરવા સુચના કરેલ જે આધારે એમ.જી.વી.સી.એલ ફતેપુરા નાઓના અધિકારીઓ સાથે નીચે પ્રમાણે જરૂરી તપાસ કરી અસામાજીક તત્વો જેવા કે ઘરફોડ ચોરી તથા શરીર સબંધી ગુન્હા કરવાની ટેવવાળા ઇસમો નીતીનભાઇ નગાભાઇ જાતે.ડોડીયાર રહે.મોટાનટવા તા.ફતેપુરા જી.દાહોદ. તથા અનિલભાઇ ભરતભાઇ જાતે.ચરપોટ રહે. મોટાનટવા કેશર ફળીયું તા.ફતેપુરા જી.દાહોદ તથા બદામભાઇ ભીમાભાઇ જાતે.કિશોરી રહે. રહે.મોટાનટવા તા.ફતેપુરા જી.દાહોદ. તથા લાલાભાઇ પુનાભાઇ જાતે.મછાર રહે. કાળીયા (ઘાટાવાડા) તા.ફતેપુરા જી.દાહોદ તથા પૈયેશ ઉર્ફે કાળુ મુકેશભાઇ જાતે.વળવાઇ રહે.સુખસર તા.ફતેપુરા જી.દાહોદ નાઓ ની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ વીજ ચોરી શાથે સંકળાયેલા લોકોની એમ.જી.વી.સી.એલ.ની ટીમ સાથે વીજચોરી અંગે તપાસ કરતા વીજ કનેક્શન ગેરકાયદેસર જણાતા વીજ ચોરી એક્ટ.૧૩૫ મુજબ કાર્યવાહી કરી વાયર તથા મીટર એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ કાર્યવાહી કરી કબજે કરેલ છે.આમ સુખસર પોલીસ દ્વારા માત્ર ૭૨ કલાકમાં કામગીરી કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!