Sunday, 16/03/2025
Dark Mode

જિલ્લા અદાલત, દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમા મોટર અકસ્માત વળતરના એક પંદર વર્ષ જુના કેસમાં સીમાચિહનરૂપ ઐતીહાસીક પંચોતેર લાખ રૂપિયાનું સમાધાન કરવામાં આવેલ.

March 8, 2025
        657
જિલ્લા અદાલત, દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમા મોટર અકસ્માત વળતરના એક પંદર વર્ષ જુના કેસમાં સીમાચિહનરૂપ ઐતીહાસીક પંચોતેર લાખ રૂપિયાનું સમાધાન કરવામાં આવેલ.

રાજેશ વસાવે  :- દાહોદ 

જિલ્લા અદાલત, દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમા મોટર અકસ્માત વળતરના એક પંદર વર્ષ જુના કેસમાં સીમાચિહનરૂપ ઐતીહાસીક પંચોતેર લાખ રૂપિયાનું સમાધાન કરવામાં આવેલ.

દાહોદ તા. 8

નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર તથા નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દાહોદ ધ્વારા નામ. ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજશ્રી જે.એન.વ્યાસ સાહેબશ્રીના વરદ હસ્તે તથા માર્ગદર્શન મુજબ આજ રોજ તા.૦૮/૦૩/૨૦૨૫(શનિવાર)ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.

 

જેમાં સમાધાન લાયક કેસો મુકવામાં આવેલ હતા જે પૈકી બીજા એડી.સેસન્સ જજ સાહેબશ્રી, ડી.જે.મહેતા સાહેબની કોર્ટમા પેન્ડીંગ મોટર અકસ્માત વળતરના એક પંદર વર્ષ જુના કેસમાં ઐતિહાસીક સમાધાન થયેલ હતું. જે કેસની ટુંકી વિગત એવી છે કે, તા.૨૦/૦૩/૨૦૧૨ના રોજ આ કામના અરજદાર સુરતાબેનના પતિ રસનભાઈ ડામોર તેમજ દિનેશભાઈ ગરાસીયાનાઓ આશરે બારેક વાગ્યે તેઓની મોટર સાયકલ ઉપર હડમત ગામે ફિલ્ડની કામગીરીની વિઝીટ માટે જતા હતા ત્યારે હડમત ગામે સુખસર હાઈવે ઉપર દિનેશભાઈ તેઓની મોટર સાયકલ હંકારીને જતા હતા ત્યારે જીપ નંબર સીજી-૧૨-૬૩૩૯ના ચાલક જીપ નંબર સીજી-૦૫-ઝેડ ડી-૦૨૮૭નંબરની જીપને ટોઈન કરીને પુરઝડપે, બેદરકારી થી અને ગફલતભરી રીતે હંકારીને લઈ જઈ જીપ ચાલકે પાછળથી આવીને મોટર સાયકલને ટકકર મારી અકસ્માત કરેલ. જેમા અરજદારના પતિ રસનભાઈ ડામોરને માથાના ભાગે ગંભીર ઈજા થતા સને ૨૦૧૨ મા કરુણ મૃત્યુ પામેલા જેથી અરજદાર તથા તેઓના સગીર બાળકોએ અકસ્માત વળતરનો કેસ દાહોદની મોટર અકસ્માત ટ્રીબ્યુનલ સમક્ષ શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સ કું. લી. વિગેરે સામે દાખલ કરેલ હતો જેમા ચેરમેન સાહેબશ્રી જે.એન.વ્યાસ, બીજા એડી. ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રી ડી.જે.મહેતા સાહેબશ્રી, અરજદાર વિ.વ.શ્રી પી.પી.જૈન તેમજ વિમા કું.ના વિ.વ.શ્રી એ.બી.રાવલનાઓએ મહત્વની ભુમિકા ભજવતા સહીયારા પ્રયાસોથી સુમેળ કરાવતા પક્ષકારો વચ્ચે રાષ્ટ્રીય લોક અદાલતમા સમાધાન થયેલ છે. જેમાં શ્રી રામ જનરલ વિમા કંપની ઘ્વારા અરજદારોને રૂા. ૭૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પંચોતેર લાખ પુરા) નું વળતર ચુકવવામાં આવેલ. જે અંગેનો ચેક અરજદારોને ચેરમેન સાહેબશ્રી જે.એન.વ્યાસના તથા બીજા એડી. ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રી, ડી.જે.મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ હતો. આમ, લાંબ ન્યાયિક પ્રક્રિયામા પણ જે કેસનો નિકાલ થઈ શકેલ નહી તે કેસનો લોક અદાલતમા સમાધાનથી નિકાલ થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!