
સંજેલી મહેન્દ્ર ચારેલ..
સંજેલી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પાઠવ્યું…
સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો જેમાં 56 ગામડાઓ અને 1 લાખ જેટલી વસ્તી ધરાવે છે..
ટ્રાઇબલની ગ્રાન્ટ માંથી ફાયર સેફ્ટી ફાળવવા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત..
સંજેલીમતા. 1
સંજેલી તાલુકો બન્યા ને લગભગ 13 વર્ષ જેટલો ટાઈમ વીત્યો હજી સુધી એક ફાયર સેફટી ન ફળવાઈ. સંજેલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેકવાર સોટ સર્કિટ સહિત આગના બનાવો બનવા પામ્યા છે જે મા લાખો હજારોનું નુકસાન થયું. ફાયર સેફ્ટી ને લઈ ભૂતકાળમાં પણ રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.. ત્રણ ત્રણ થી ધારાસભ્ય અને સાંસદો ચૂંટાઈ રહ્યા છે છતાં કોઈપણ જાતની આ નેતાઓને પડી જ નથી.. ફાયર ની સુવિધા ન હોવાના કારણે મસ મોટું બહુ નુકસાન થતું હોય છે આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં ફાયરની કોઈપણ જાતની સુવિધા કેમ આપવામાં આવતી નથી તેમ લોકોના મુખે ચારે કોર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે..
દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે લગભગ 56 જેટલા ગામડાઓ અને એક લાખ જેટલી વસ્તી ધરાવતો તાલુકો છાસવારે બનતી આગની ઘટનાઓના કારણે નુકસાન અને જીવના જોખમ પણ ઊભું થાય છે હાલમાં જ તરકડા મહૂંડી ગામે મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આખું મકાન ઘરવખરી સાથે બળીને ખાસ થઈ ગયું અને બે લાખથી વધુ નુકસાન તાત્કાલિક ફાયર બ્રિગેડ ફાળાઓમાં આવે કેવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે..
કોંગ્રેસના કાર્યકર્તા જયેશ સંગાડાનો ભાજપા પર ખુલ્લો પ્રહાર અહીંયા ધારાસભ્ય અને સાંસદ સભ્ય ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાયા છે પણ છતાં એક ફાયર સેફટી ન ફાળવી અને સંજેલી તાલુકા પંચાયતનું બજેટ પણ હોય છે છતાં પણ પ્રાથમિક સુવિધાથી સંજેલી તાલુકો વંચિત છે અને વધુમાં જય સંગાડા એ જણાવ્યું કે દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યાં એરપોર્ટની કોઈ જરૂર નથી છતાં 392 કરોડ જેટલા માતભર રકમ ફાળવી દેવામાં આવી છે.જે ને લઇ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે અહીંયા એરપોર્ટની કોઈ જરૂર નથી ફાયર સેફટી જેવી પ્રાથમિક સુવિધા ની જરૂર છે તો વિશેષની ફાળવણી કરી તાત્કાલિક ફાયર સ્ટેશન ફાળવી આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે..
જયેશ સંગાડા કોંગ્રેસ કાર્યકર્તા..